________________
લક્ષણો કેળવેલા હોવા જોઈએ. મહાવીરસ્વામિએ સમ્યક્ જ્ઞાન, સમ્યકદર્શન સમ્યકચારિત્ર અને સમ્યક્ તપ કેટલું મહાન છે તે શાસનમાં ઉત્તમ શ્રાવકો દ્વારા બતાવ્યું. ઉત્તમ મહાત્માઓ દ્વારા બતાવ્યું.
જ્ઞાનદષ્ટિ મેળવવાની ઝંખના જાગી જાય તો સાંસારિક જીવન પણ સમતાથી યુક્ત બની જાય. ગમે તેવી ઘટના બની જાય ત્યારે જ્ઞાનદષ્ટિ આત્મા એકજ વિચાર કરે. આ ઘટનાનું કારણ મારા પોતાના કર્મો જ છે. જ્ઞાન ષ્ટિ જયાં પ્રગટી નથી ત્યાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન થાય છે. જીવનમાંથી કષાયની પરિણતિ ઓછી કરે તે જ્ઞાની કહેવાય.
ગામડામાં રહેતા બાપાને દીકરો શહેરમાં ઘેર લઈ આવ્યો. આઠ દિવસથી બાપા દીકરાને ઘેર રહે છે. બાપા ખૂબ શાંતિથી જીવે છે. બાપાને આંખે દેખાતું નથી. આઠ દિવસ ધરમાં પુત્રવધુઓ-પૌત્રો-પૌત્રીઓ સાથે ખૂબ આનંદથી પસાર કર્યા. આઠ દિવસ બાદ દિકરો બાપાને હોસ્પિટલમાં લઈ ગયો. ઓપરેશન કરાવી બે દિવસ ત્યાં રહી ગાડીમાં બેસી પાછા દીકરાને ઘેર આવતા હતા ત્યારે રસ્તા ઉપર કચરાના ઢગલા જોઈને કહે
આ શું? ગામની સરકાર કશું ધ્યાન રાખતી નથી. આવી વાતો કરતા કરતા ઘેર આવ્યા. ઘરમાં આવીને બેઠાને બાપા તરત બોલ્યા, આ ઘર છે કે ઉકરડો? કોઈ વસ્તુઓનું ઘરમાં ઠેકાણું નથી. વહુઓ હાડકાની હરામ થઈ ગઈ લાગે છે. એક દિવસમાં બાપાની વાતોથી કંટાળીને વહુઓએ પોતાના પતિને કહી દીધું કે બાપાને જલ્દી ગામ પાછા મૂકી આવો. આઠ દિવસ પહેલા કલેશ થતો ન હતો અને પછી કેમ થયો? બાપાને પહેલા કચરો દેખાતો ન હતો અને હવે દેખાવા લાગ્યું માટે. પ્રાપ્ત થયેલી શક્તિ પણ નુકશાન ક૨ના૨ી બની શકે છે. પ્રાપ્ત થયેલી શક્તિઓથી વિરક્તિ પ્રાપ્ત કરી આત્મકલ્યાણ કરવાનું હોય છે જે શક્તિ જીવનમાં થતાં સંઘર્ષોને સમાપ્ત કરવા દોડે છે તે શક્તિ સાર્થક છે. બધું જ પ્રમાણમાં જોઈએ. સૌ જીવો સાથે મૈત્રી કરવી જોઈએ પરંતુ કોઈની સાથે અતિમૈત્રી ન હોવી જોઈએ. અતિમૈત્રી પણ ગુણને બદલે દોષમાં ફેરવાઈ જાય છે. જ્ઞાનદૃષ્ટિનો ઉઘાડ થાય તો દર્શનમાં ભલે ફેર ન પડે પણ મુલ્યાંકનમાં ફેર પડી જાય છે.
સમકક્ષની ઈર્ષ્યા ન થાય તો ગુણનો પ્રમોદ સાચો.
• ૧૫૫ •