SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ મોહે પ્યારા. આવા યોગીઓ ક્યારેય દીન ન થાય. ગમે તેવા પદાર્થ પાછળ લીન ન થાય. ગમે તેવી પરિસ્થિતિમાં ખિન્ન ન થાય. પાત્ર ગમે તેવું આવે, પાત્રને કેવી રીતે લેવું તે આપણા હાથમાં છે. અભેદ બનવા માટે ભેદથી દૂર થવું પડશે. પૂજક આવે અને નિંદક આવે. દા.ત. પાર્શ્વપ્રભુ પાસે કમઠ આવ્યો કે ધરણેન્દ્ર આવ્યો એમના માટે બન્ને સમાન.યોગીઓ કમળ જેવા હોય છે. મળભર્યા-વમળભર્યા જળમાં રહેવા છતાં નિર્મળ રહે. કમળની જેમ નિર્મળ રહેતી વ્યક્તિને કોઈપણ પરિસ્થિતિ દુર્થાન નથી કરાવી શક્તી. અભેદદષ્ટિ એ સ્થિરતા. નાનકડી પરિસ્થિતિથી પણ આર્તધ્યાન થાય તો એ થઈ મનની અસ્થિરતા. દષ્ટિમાંથી ભેદપણું દૂર થઈ જાય તો પાયો મજબૂત થઈ જાય પછી ગમે તેવી ઘટનાઓનો ઘા લાગે છતાં ખેદ થતો નથી. ગજસુકુમાલના માથે ખેરના અંગારાની પાઘડી કોણે બાંધી? સસરા -સગા કે પારકા? જયાં અભેદદષ્ટિ આવી છે ત્યાં કોઈ હલચલ નથી. સમતા અને સ્થિરતા છે. તેથી જ કેવળજ્ઞાન મળે છે. સમતા હોય તો ખીનતાદીનતા હોતી નથી. ફોટો પડાવવા ગયા હો અને તે વખતે છીંક આવી જાય તો? માત્ર કાયાની અસ્થિરતા પણ ફોટો બરાબર આવવા ન દે તો અધ્યાત્મક્ષેત્રે અસ્થિરતાપણું આપણને સારા દેખાડશે? આનંદ શ્રાવકને ત્યાં ગણધર ગૌતમસ્વામી પધાર્યા ત્યારે કંઈ આનંદ શ્રાવકે ગહુંલી નહોતી કાઢી, ખમાસમણા આપીને વંદન નહોતું કર્યું. આનંદ શ્રાવકના શરીરે ખૂબ અશાતા વેદના હોવાથી ઉઠી પણ નહોતા શકતા તેથી તેમની આંખે આંસુ આવી ગયા. ગૌતમ સ્વામીને મનના અખૂટ ભાવોથી પધારો કહી અંદર બોલાવે છે. આનંદ શ્રાવક ચાર જ્ઞાનના ધણી એવા ગૌતમસ્વામીને કહે છે મને આટલું અવધિજ્ઞાન થયું છે. ગૌતમ સ્વામી કહે છે કે શ્રાવકને આટલું કયાંથી? ભગવાનના સમવસરણમાં જે ચીજ ન મળી તે આનંદને ખાટલામાં સૂતા સૂતા પ્રાપ્ત થઈ ગઈ. સ્વસ્થતામાં ન મળ્યું તે બિમારીમાં મળી ગયું. આ બધું જ મનની સ્થિરતાનો અજબ-ગજબનો પરિણામ છે. આધ્યાત્મિક જગતમાં આંખનો આંધળો હોય તેને કેવળજ્ઞાન થાય પણ હૃદયનો આંધળો હોય તેને કેવળજ્ઞાન ન થાય. ગામ અને જંગલની અંદર જેનું મન સ્થિર છે, તેને બાહ્ય પરિસ્થિતિ આંતરિક જીવનમાં કાંઈપણ ફેરફાર કરી શકતી નથી. જે હેતું સંસારનો છે તે જ હેતુ મોક્ષનો છે. જેનાથી સંસારસાગર તરી શકાય એનાથી જ ચોર્યાસીના ચક્કરમાં ફરી શકાય. લગ્નની ચોરીમાં પત્નિનો હાથ હાથમાં છે. ત્યારે ગુણસાગરને શું થયુ? કેવળજ્ઞાન પંચાશકમાં • ૧૦૬ -
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy