SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ ટકા લોસમાં ગયા. ૧૦૦ માંથી ૭૫ ગુણ તો તમને મળ્યા ૩૫ ટકે તો ગર્વમેન્ટ પણ પાસ કરે છે તો તમને તો ૭૫ ટકા માર્ક મળ્યા. ૭૫ ટકા મળતા હોય તો એ સામાયિક નિષ્ફળ ગઈ એમ કેમ કહેવાય? સુરતમાં ધીરુભાઈ નામે શ્રાવક. તેમણે એક મહિના માટે સામાયિક કરવાનો નિયમ લીધો. સાથે સાથે એ દિવસ દરમ્યાન સામાયિક ન થાય તો ૧૦૦ રૂ. નો દંડ રાખ્યો. મહિના પછી ધીરુભાઈને પૂછયું કેમ ચાલે છે સામાયિક? મહારાજ સાહેબ! બિસ્કુલ ટાઈમ જ મળતો નથી. ૨૫૦૦ રૂ નો દંડ થયો છે. તો હવે આવતા મહિના માટે નિયમ છોડી દેવાનો વિચાર છે કે? ના રે ના સાહેબ સામાયિક ન છોડાય. દંડ વધારી આપો. કેટલા? ૧૦૦૦ રૂા. કરી નાખો. સાહેબ! હજી સામાયિકમાં સ્વાદદર્શન નથી થયું. ત્યાં સુધી એને છોડવું તો નથી જ. બે વરસ માટેની પ્રતિજ્ઞા સ્વીકારી લીધી. બે વરસ બાદ આજીવન સામાયિકનો નિયમ સ્વીકારી લીધો અને સામાયિકનો દંડ ૧૦,૦૦૦ રૂ. કરી દીધો. પછી ધીરુભાઈના શબ્દો જ સાંભળો. સાહેબ! સામાયિક કરુ છું ત્યારે અંદરથી પુણિયા શ્રાવકની અનુભૂતિ થાય છે. પ્રથમ રસપૂર્વક સામાયિક કરો પછી સામાયિકના ફળની ખબર પડે પછી એકાકાર બનીને સામાયિક કરાય તો તનાવની સ્થિતિ કયારેય ન આવે અને સુંદર સામાયિક કર્યાની અનુભૂતિ થાય. - શ્રીમંતાઈ અને ગરીબીના લાભ અને નુકશાન જેમ મગજમાં જડબેશલાક બેસી ગયા છે એવી જ રીતે પડ્યું અને પાપના નુકશાન મગજમાં ગોઠવી દો પછી પુણ્ય કયાં વિના નહીં રહી શકાશે અને પાપને છોડયા વિના નહી રહેવાય. ધારો કે તમે બહારગામ ગયા છો. ત્યાં તમારી પાસે રહેલા પૈસા ખૂટી જાય છે પણ તમારી પાસે કેડીટકાર્ડ છે. આ ક્રેડીટકાર્ડનો અર્થ શું? જયારે પૈસા ખૂટે ને કાર્ડ બતાવીને કે ગમે ત્યારે માણસ પૈસા/વસ્તુ મેળવી શકે. પરલોકમાં ક્રેડીટકાર્ડ લઈ જવા ધર્મમાં શ્રદ્ધા રાખવી પડે છે. અધમ - બેઆબરૂ થવાના દષ્ટિકોણથી ખરાબ ન કરે. મધ્યમ - પરલોક ન બગડે માટે ખરાબ ન કરે. ઉત્તમ - સ્વભાવથી જ પાપ છોડી દે છે. અનેક કારણોથી બચી જાય છે. અધમ માણસ પણ પરમાત્માના દર્શન કરે તો પણ પાપથી બચી જાય. જગતમાં તમે સુધરી શકો એવો એકજ • ૯૯ •
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy