________________
ગુજરાતી રાસા સ્તવનો આદિ અનેક રચનાઓ કરી... એ અનેક રચનાઓમાં સર્વશ્રેષ્ઠ રચના એટલે જ્ઞાનસાર ગ્રંથ.... જે જ્ઞાનસારમાં પ્રભુ શ્રી અરિહંતદેવની વાણીનું અમૃત મુકાયું છે... યોગ સાધનાની દિશા ખુલ્લી મુકાઇ છે... આત્માથી પરમાત્મા પદ પ્રાપ્તિ સુધીનો માર્ગ નિર્દેશીત કરાયેલ છે.
બત્રીસ અષ્ટકોમાં બતાવેલ આત્મિક ગુણ ખજાનામાં માનવતાની મહેંક છે, સંયમની સુવાસ છે, પરમપદ પ્રાપ્તિનો પયગામ છે...
વંદન કરીએ એ મહાપુરુષ મહાયોગી મહાજ્ઞાની ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજને.... જેઓએ આવી અદ્ભુત રચના કરી... પ્રભુશ્રી અરિહંતદેવની વાણીની મહાન પ્રસાદી જ્ઞાનસાર ગ્રંથ રચના દ્વારા આપણા સુધી પહોંચાડી..
આ જ્ઞાનસાર અષ્ટકોનો સ્વપજ્ઞ ભાવાર્થ કરનાર વિદ્વાન પૂ. આ. ભ. શ્રી વિજયરાજશેખરસૂરીશ્વરજી મહારાજા ને વંદના
આ સંકલનોમાં જેમનું યોગદાન લીધું છે એવા સરસ્વતી લબ્ધ પ્રસાદ, રાષ્ટ્રહિત ચિંતક પૂ.આ.ભ.શ્રીવિજયરત્નસુંદરસૂરીશ્વરજી મહારાજા
પ્રવચન પ્રભાવક, રાળ પટીના ઉપકારક, કામણ ગિરનાર ધામના પ્રેરણા દાતા પૂ.આ.શ્રીયશોવર્મસૂરીશ્વરજી મહારાજા
વિદ્દવર્ય જૈન સંઘોના વિશિષ્ટ માર્ગદર્શક,જ્ઞાન ભંડાર પ્રેમી, પૂ.આ.ભ.શ્રી શીલચંદ્રસૂરીશ્વરજી મહારાજાનું ઋણ સ્વીકાર વંદન કરું છું.