________________
ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ અમદાવાદ-380 001 ફોન : 0722144663, 26564279
e-mail : sharda.mudranalay@gmail.com
તા. 22-1-2019 ધર્મપ્રિય સ્વજનશ્રી
આચાર્યશ્રી વાત્સલ્યદીપસૂરીશ્વરજી મ.ના નામથી અને સાહિત્યથી આપ પરિચિત છો. તેઓશ્રી ગુજરાતી ભાષાના જાણીતા લેખક, વક્તા અને ચિંતક છે. તેમણે વર્ષો પૂર્વે “કોઈ ડાળી, કોઈ ફૂલ' નામનું ગુજરાતીમાં લખેલું પુસ્તક રશિયન ભાષામાં અનુવાદિત થયું છે. કોઈ જૈનાચાર્યનું પુસ્તક રશિયન ભાષામાં રૂપાંતર પામે તે એક ઐતિહાસિક ઘટના ગણાય અને તેમાં નિમિત્ત બનવાનો અમને ખૂબ આનંદ છે. આ પુસ્તકના અનુવાદની ઘટના લેખકશ્રીએ પુસ્તકની પ્રસ્તાવનામાં આલેખી છે.
અમે જાણીએ છીએ કે આ પુસ્તક રશિયન ભાષાના જાણકારને જ ઉપયોગી છે છતાં આપની પાસે તે એક નમૂનારૂપ સામગ્રીરૂપે સચવાય, તેવા ઉદ્દેશથી આપને તેની એક ભેટ નકલ મોકલતાં પ્રસન્નતા અનુભવીએ છીએ. કુશળ હશો. પત્રોત્તર પાઠવશો.
લિ. ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય વતી
મનુભાઈ શાહના જયજિનેન્દ્ર