________________
05
ગ્રંથપરિચય
સંદ-નીચણો (શ્રાદ્ધ-ગીત:) ગ્રંથ શ્રાવકના પ્રાયશ્ચિત્તને જણાવનારો છે. આ ગ્રંથ પ્રાકૃત ભાષામાં ૧૪૨ ગાથાપ્રમાણ છે. છેદસૂત્રો, જીતકલ્પો વગેરે આગમિકસાહિત્યમાં સ્થાન પામતા ગ્રંથોમાં પ્રાયશ્ચિત્તનું વર્ણન મુખ્યતયા સાધુને આશ્રયીને હોય છે. ત્યારે આ ગ્રંથની વિશિષ્ટતા એ છે કે, તેમાં શ્રાવકને આશ્રયીને પ્રાયશ્ચિત્તનું વર્ણન કરવામાં આવ્યું છે. શ્રાવકજીવનમાં થયેલી ખલનાઓનું પ્રાયશ્ચિત્ત જણાવનારો સ્વતંત્ર ગ્રંથ હોય તો આ એક જ ગ્રંથ છે. કર્તાએ ગ્રંથરચનામાં વ્યવહાર-નિશીથ-બૃહત્કલ્પસૂત્ર વગેરે ગ્રંથોનો આધાર લીધો છે. આ ગ્રંથના કર્તા પૂ. દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય તપાગચ્છાધિપતિ પૂજ્ય આ.શ્રી. ધર્મઘોષસૂરિ મ. છે. વૃત્તિ સહિત આ ગ્રંથની રચના વિ.સં. ૧૩૨૩ થી ૧૩૨૭ ના ગાળામાં કરી છે. આ ગ્રંથની શરૂઆતમાં જ કહ્યું છે કે,
समस्तश्राद्धजीतकल्पानामुपनिषत्कल्पं कल्प-व्यवहार-निशीथ-यतिजीतकल्पानुसारेण श्राद्धजीतकल्पं कृतवन्तः। अयं च योग्यानामेव विनेयानां प्रदेयो नाऽयोग्यानाम् ।
દા
ક
ક00
mos509
ના
ty