________________
હતું. તેથી બાળપણમાં સંકટના સમયે નવકાર ગણતો સંકટ દૂર થતું.
બારેક વર્ષની વયે લાલબાગમાં એક મવાલી છોકરો દબડાવવામાં ન ફાવ્યો તેથી હંટર કાઢી મારવા આવ્યો. ત્યારે હંટર ઝૂંટવીને મેં તેને સામે ફટકાર્યો. તે રડતો જઈને પોતાના સરદારને તેડી આવ્યો. હું તો ઘરે જઈને પલંગ નીચે સંતાઈ ગયો ને નવકાર ગણવા લાગ્યો. દાદીમાએ તેમને મનાવી લીધા. આમ મહાસંકટમાંથી બચી જવાથી નવકાર ઉ૫૨ની મારી શ્રદ્ધા મજબૂત થઈ.
મને ગુસ્સો બહુ જ આવતો, જે મને પસંદ નહોતું. સુધરવા માટે હું દ૨૨ોજ પ્રતિક્રમણ, ચૈત્યવંદન, સામાયિક, તપશ્ચર્યા, વ્યાખ્યાનશ્રવણ, ધાર્મિક વાચન કરતો છતાં ગુસ્સો ઘટ્યો નહિ. લગ્ન પછી એકવાર પિતાજીને પણ લપડાક મારી હતી તથા દોઢ વરસની પુત્રીને પણ મારતો. ઘ૨માં પણ આ પ્રકારનો ગુસ્સો જોઈને પત્નીથી ૨હેવાતુ નહિ અને કહેતી કે, ‘આટલો બધો ધર્મ કરવા છતાં ગુસ્સો કરો છો તે યોગ્ય નથી.' હું કહેતો, ‘સારા હેતુથી ગુસ્સો કરું છું તેથી ખરાબ ન ગણાય'. ૨૩ વર્ષની વયે જાણવા મળ્યું કે, શુદ્ધિ જાળવવાથી ધર્મ આરાધના જલદી ફળે. ન્યાયપૂર્વક મેળવેલી સામગ્રીથી જીવનનિર્વાહ કરાય તો જ પૂરી શુદ્ધિ થાય. ધર્મની શરૂઆત માર્ગાનુસારીના પહેલા ગુણ ન્યાયસંપન્ન વૈભવ' એટલે કે ન્યાયથી મેળવેલ સામગ્રીથી થાય છે. આ માટે જરૂરિયાત ઓછામાં ઓછી હોવી જોઈએ એમ લાગતાં એ દિશામાં પ્રયત્નો આદર્યા. અઢી મહિના સુધી બાજરાનો રોટલો ને પાણી બે વખત ને દોઢ મહિના સુધી ફક્ત બાફેલા મગ એક જ વખત જમતો. ફાવી ગયું. આયંબિલ કરીને જીવી શકાય એવી શ્રદ્ધા બેઠી સસ્તા અને ટકાઉ કપડાં પહેર્યાં. એકંદર મારો એક દિવસનો ખર્ચ ૨૦ ન.પૈ. જેટલો આવતો. તેમાં ૩૦ પૈ.નું દૂધ ઉમેરવાથી આરામથી જીવી જવાય એમ લાગ્યું. સદ્ભાગ્યે પત્ની અને પુત્રીનો પણ સાથ મળ્યો.
આવક માટે મોટાં વાહનો હાંકવાનું લાયસન્સ મેળવ્યું ત્યારે મને ૨૪ વર્ષ થયેલાં. ધંધામાં હરિફાઈ હોવાથી અપ્રમાણિક થવું પડતું. એટલે મેં ધંધો છોડ્યો. તેથી મારા ભાગનો નફો પિતાના ફાળે જવાથી ટેક્ષ વધુ ભરવો પડ્યો. આથી ભાઈએ મને સમજાવ્યું કે તારા ભાગથી તારા ખર્ચ કરતાં વધારે ટેક્ષ બચી જાય છે તેથી તારું કુટુંબ અમને બોજારૂપ નહિ થાય. મેં ફરીથી ભાગ ચાલુ કર્યો, ત્યારથી ધંધો સંભાળવામાં જે સમય જતો તે બચ્ચો અને આખો દિવસ ધાર્મિક વાચન ચિંતન થતું રહ્યું.
૫૯
પત્ની બીમાર થતાં ગામના તથા શહેરના ડૉક્ટરો દ્વારા ક્ષયનું નિદાન થયું. સારવારરૂપે ૯૦ ઈંજેક્શનો લીધાં પણ સુધારો ન થયો. ત્યાં એક સાધર્મિક મિત્રે પુસ્તકમાંથી જડેલ ઉપાય કહ્યો, રોગ મટાડવા નવકારનાં પાંચ પદ અક્ષરેઅક્ષર ઊંધા ક્રમથી ગણવા.' મેં તથા પત્નીએ ઊંધા નવકાર ગણવાનું ચાલુ કરી દીધું. તેના પ્રતાપે મુંબઈ જઈને નિષ્ણાત ડૉક્ટરોને બતાવતાં જાણવા મળ્યું કે ક્ષય નથી. ન્યુમોનાઇટીશનો ડાઘ છે. કેમીપેનની સામાન્ય ગોળી ખવડાવી અને સારું થઈ ગયું.
૨૮ વર્ષની વયે પંડિત ધીરજલાલ ટોકરશી શાહની બાળગ્રંથાવલિની ત્રણ પુસ્તિકાઓ, ૧. મહાત્માનો મેળાપ ૨. મન જીતવાનો માર્ગ અને ૩. સિદ્ધિદાયક સિદ્ધચક્ર વાંચવાથી નવકા૨નું વર્ણન મને ગમી ગયું. દ૨૨ોજ સમજપૂર્વક નવકા૨નું વર્ણન વિચારવાનું શરૂ કરી દીધું. પહેલાં ૪૦ મિનિટ લાગતી પણ જેમ જેમ વધુ જાણવાનું મળતું ગયું તેમ તેમ સમય વધુ લાગતો ગયો. દ૨૨ોજ એક વખત નવકાર સમજી જતાં જડા કલાક લાગવા માંડ્યા. એ પૂરું થયા પછી ૧૧૫ વાગે દંતશુદ્ધિ, સ્નાન તથા ભોજન વગેરે થઈ શકતું. આની જબરી અસર થઈ. છ મહિનામાં ગુસ્સો ઘણો જ ઘટી ગયો. ધર્મનો આદેશ પાળતો થયો. ને ૨૬ વર્ષ જૂનો દમનો વ્યાધિ મટી ગયો. જેને ડૉક્ટરોએ અસાધ્ય કહ્યો હતો.
ભવભાવઠ ભાંગે જીવની, ત્રિવિધ તાપ હરનાર; મહામંત્ર નવકાર એ, શાંતિ તણો દાતાર.’-૪૫