________________
વદ્ પ્રતાપે પોતે પ્રભુશાસનના આરાધક શી રીતે બન્યા? તેની જે રજૂઆત કરેલ, તેનો અક્ષરશઃ લગભગ ઉતારો અહીં આરાધક પુણ્યવાન આત્માઓની શ્રદ્ધાના સ્થિરીકરણના આશયથી વ્યવસ્થિત સંકલના કરી રાજકોટવાળા શ્રી શાંતિલાલ મહેતાએ ૨જૂ કર્યો છે.–સં.]
શુભ
દેવોને પણ દુર્લભ શ્રાવક-જીવનની યથાર્થ સફળતા, વિરતિધર્મની યથાશક્ય આરાધના દ્વારા દેવ-ગુરુ કૃપાએ છેલ્લા દશ-બાર વર્ષથી કરી શકવા સૌભાગ્યશાળી બનેલ-મારા જીવનને અભક્ષ્યભોજન, વિષય-વિલાસિતા અને શરીરની પળોજણના વિષમ અનિષ્ટો આદિ-ભયંકર ઉન્માર્ગથી બચાવનાર, તરણ-તારણહાર, અનંત ઉપકારી, પંચપરમેષ્ઠી ભગવંતોની અખૂટ પ્રભાવથી ભરપૂર શાશ્વત અનાદિસિદ્ધ શ્રી નવકાર મહામંત્રની મારા જીવનમાં બનેલી સત્ય ઘટના નીચે મુજબ છે ઃ
5
કરનાર ૫.પૂ. આ. શ્રી વિજય હીરસૂરીશ્વરજી મ. ના પનોતા જન્મથી ધન્ય બનેલ ગુજરાત, રાજસ્થાન અને બનાસકાંઠાના ત્રિભેટે ગુજરાતના પાદરે આવેલ પાલનપુર શહેરમાં શેઠ શ્રી સૌભાગ્યચંદ લક્ષ્મીચંદ ઝવેરીને ત્યાં જૈન કુળના સંસ્કારોથી ઓપતી શ્રી કમલાદેવીની કુક્ષિએ વિ. સં. ૧૯૮૬ ના મહા સુદ ૧૩ (તા. ૧૧૨-૧૯૩૦)ની રાત્રિએ મારો જન્મ થયેલ.
પૂર્વના પુણ્યની કચાશના કારણે છ વર્ષની કુમળી વયે શિરછત્ર રૂપ પિતાજીની છત્રછાયા સદાને અને માટે ગુમાવી, વાત્સલ્યભર્યા દાદાજી તીર્થસ્વરૂપ જનની-માતાજીની વિશિષ્ટ હુંફ તળે મારો ઉછેર થયો.
શ્રાવિકા તરીકેના સંસ્કારોથી સંપન્ન માતા મને અભક્ષ્ય ભોજન, રાત્રિભોજન, અપશબ્દો, અસત્ય, તોફાન આદિથી બચવા-બચાવવા રોજ રાત્રે-દિવસે, અનુકૂળતાએ ખોળામાં બેસાડી નાનામોટા ટુચકાઓ કહી વૃત્તિઓને વાળવા પ્રયત્ન કરતી. નાની-મોટી ધર્મકથાઓ-મહાપુરુષોની રોમાંચક વાતો સૂતાં પહેલાં સંભળાવી જીવનના ભાવી-ઘડતરમાં અમૂલ્ય ફાળો આપતી.
ધર્માંધ–ઝનૂની મુસલમાની શાસનકાળમાં ધર્માંધતા અને ફૂટ રાજનીતિના બેવડા વમળમાં ફસાયેલ તે વખતના ભારતમાં એકછત્રી સલ્તનતના અધિપતિ મોગલ સમ્રાટ (કે જેણે ચિત્તોડની ધર્માંધતાભરી ઝનૂની લડાઈમાં ૭૪|| મણ જનોઈનો ઢગલો થાય તેટલા હિંદુઓનો નાશ કરેલ, તથા જેના અત્યાચારી આક્રમણથી બચવા સેંકડો સતીઓએ શીવ્રતની રક્ષા માટે જીવતાં અગ્નિમાં બળી મરીને ભારતની અદ્ભુત કીર્તિમાં વધારો કર્યો, જે સવા શેર ચક્લાની જીભનો નાસ્તો કરતો, આવા ભયંકર હિંસામાં રચ્યા પચ્યા રહેનાર) અકબર બાદશાહને ત્યાગ-તપ-સંયમ બળે પ્રભુ-શાસનના અવિચલ પાયા જયણાના માર્ગ તરફ વર્ષમાં છ મહિનાની હિંસાની બંધીના ફરમાનો અને સ્વયં પોતે પણ માંસાહારના લગભગ ત્યાગ દ્વારા, અંગ્રેજી અને બંગાળી સાહિત્યકારોની દૃષ્ટિમાં લગભગ જૈન બની ગયેલ સમ્રાટ અકબરનું સર્જન કરી જગદ્ગુરુનું યથાર્થ બિરુદ મેળવી તે કાળે અદ્ભુત શાસન પ્રભાવના
સમા
જેના મનને વિષે, આવે શ્રી નવકાર; શિયાળવા શું કરે, જ્યાં સિંહ તણા હુંકાર.’–૨૭
卐
૪૧
વિવેકદૃષ્ટિસંપન્ન દાદાજી પણ પિતા તરફથી મળી શકનારા સુંદર શિક્ષણ અને ઉદાત્ત સંસ્કારોની ખોટ પૂરવા ખૂબ જ વાત્સલ્યપૂર્વક ધ્યાન આપતા.
ખોળામાં બેસાડી નવકા૨, ૨૪ તીર્થંકરનાં નામો આપણા સાધુ કેવા? આપણો ધર્મ કેવો? વગેરે હિતકાર તત્ત્વો બાળ સુલભ શૈલિમાં મનોરંજન પદ્ધતિએ સમજાવતા.
યોગ્ય ઉંમરે પહોંચતાં વ્યાવહારિક-શિક્ષણના પ્રારંભ પૂર્વે પણ દાદાજી અમને ઉપાશ્રયે સાધુઓની પાસે લઈ જાય, ધાર્મિક પાઠશાળાએ મૌખિક રીતે પણ ભણાવવા મૂકવા આવે, સમજાવીપટાવીને મોકલે, ક્યારેક અનાદિકાલીન સંસ્કારવશ સોગઠાબાજી, ગિલ્લી–દંડો, લખોટી વગેરેની રમતમાં પાઠશાળા જવાનું માંડી વાળતાં દાદાજી ગેડીઓ લઈને પાછળ પડે! વાત્સલ્યભર્યા હૈયામાં