SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનામાં ઉપર્યુક્ત અંગોનું મહત્ત્વ શું છે તે આપણે હવે જોઈએ. ૧. સાધનાની આધારશિલા : શ્રદ્ધા પહેલી વાત એ કે, ‘નવકારથી સદ્ગતિ મળશે જ,' એવા દૃઢ વિશ્વાસની સાથે શ્રી ગુલાબચંદભાઈએ તે ગણ્યા હતા. જ્યારે યમ સામે દેખાય છે, ત્યારે ઈશ્વરના નામમાં માનવીનું ચિત્ત સહેજે વિશ્વાસથી પરોવાય છે, નાસ્તિક માનવી પણ મૃત્યુના મુખમાંથી બચવા ભગવાનને સંભારે છે! ગુલાબચંદભાઈની સામે મૃત્યુ ડોકિયાં કરી રહ્યું હતું. એવા અવસરે એમને યાદ આવ્યું કે નવકારથી સદ્ગતિ મળે, તેથી તેઓ એમાં દૃઢ વિશ્વાસપૂર્વક લીન બન્યા. કોઈ પણ સાધનામાં શ્રદ્ધા એ મહત્ત્વનું બળ છે. શ્રદ્ધા વિના સાધના ફળ સુધી પહોંચતી જ નથી. મુંબઈ જવા રસ્તા ઉપર પગ માંડ્યા, પચાસ માઈલ જઈને જો શંકા પડે કે આ રસ્તો મુંબઈનો છે કે નહીં, તો એ રસ્તે પ્રયાણ અટકી જશે. શંકાગ્રસ્ત મને કદાચ પ્રયાણ ચાલુ રાખ્યું તોયે એમાં વેગ નહિ આવે અને ગમે તે વખતે એ રસ્તો મૂકી દેતાં વાર નહીં લાગે; તેમ, ‘નવકાર અવશ્ય ઇષ્ટપ્રાપક છે' એ દૃઢ શ્રદ્ધા જેને નથી, તે નવકા૨ની સાધનામાં છેવટ સુધી નહિ ટકી શકે. ઇષ્ટ ફળની પ્રાપ્તિ થાય તે પહેલાં જ નવકારની સાધનાને પડતી મૂકી એ બીજી કોઈ સાધના પાછળ દોડશે. તેથી શ્રદ્ધા વિનાનો નવકાર ઇષ્ટસાધક નથી બની શકતો. અન્ન ખાવાથી ભૂખ સંતોષાશે અને શરીરને પુષ્ટિ મળશે, ઝેરથી મૃત્યુ થશે અને દવાની નાનકડી પડીકી રોગ મટાડશે એવી માણસને દૃઢ ખાતરી છે, વિશ્વાસ છે, શ્રદ્ધા છે, તેથી જ એ, વારંવાર ભૂખ લાગવા છતાં, અન્ન તરફ વળે છે અને ઝેરના ણને પણ પ્રયત્ન-પૂર્વક ટાળે છે. ધન વધતાં હંમેશાં સુખ વધે જ છે એવું નથી દેખાતું, છતાં લક્ષ્મીથી સુખ મળે છે એવી શ્રદ્ધા હોવાના કારણે એની ખાતર માણસ કાળી મજૂરી કરે છે. 5 ધન, અન્ન અને ઔષધની શક્તિમાં આપણે શ્રદ્ધા રાખીને વર્તીએ છીએ તેમ નવકા૨ની શક્તિમાં પ્રથમ દૃઢ શ્રદ્ધા જાગવી જોઈએ. એ શ્રદ્ધા થયા પછી થતી સાધના અધવચ્ચે અટકી નથી પડતી. શ્રદ્ધા હોય તો ઇષ્ટ ફળની પ્રાપ્તિમાં થતા વિલંબ કે વચ્ચે આવતી અડચણોથી સાધક વિચલિત થયા વિના પોતાની સાધનાને દૃઢતાપૂર્વક વળગી રહે છે; પરિણામે તેની સાધના ફળ સુધી અચૂક પહોંચે છે. ૩૫ અસંતુષ્ટ બુદ્ધિ શ્રદ્ધાને સ્થિર થવા ન દે, માટે બુદ્ધિને સંતોષ આપવા, અહીં, આપણે થોડો એ વિચાર પણ કરી લઈએ કે નવકા૨નો જાપ ઇષ્ટસાધક કઈ રીતે બને છે? આશ્રાવ્ય ધ્વનિતરંગો (Supersonics)ની શક્તિના આધુનિક વિજ્ઞાને આપેલા પરિચયથી જપની અસર સમજવામાં સરળતા થઈ છે. અશ્રાવ્ય ધ્વનિ-તરંગો આપણા કાનથી પકડી શકતા નથી, કિંતુ વિજ્ઞાને પુરવાર કર્યું છે કે એ ન સંભળાતા તરંગો નાજુક યંત્રોની સફાઈ કરી આપે છે. અને થોડીક સેકંડોમાં પાણીને ગરમ કરી દે છે. પાર્થિવ જગતમાં ધ્વનિતરંગોની આટલી અસર હોય, તો શું એ સંભવિત નથી કે સતત જાપ કરનાર વ્યક્તિના શરીરમાં અને તેની આજુબાજુના વાયુમંડળમાં જપના ધ્વનિતરંગો કંઈક સૂક્ષ્મ અસરો જન્માવે અને સાધકના નાડીતંત્ર અને સૂક્ષ્મ શરીર ઉપર અસર કરી, તેના ચિત્તમાં પરિવર્તન આણી શકે? જપથી બુદ્ધિ નિર્મળ અને સૂક્ષ્મ બને છે, જેથી સાધક મોહને ઓળખી લે છે અને ધર્મને સમજી શકે છે. રોજ નિયત સમયે, જપના ધ્વનિમાં ઉપયોગ જોડી દઈ, જપ ક૨વાથી ચિત્તની ચંચળતા શીઘ્ર ઘટે છે અને એકાગ્રતા વધે. જપ કરતી વખતે પરમેષ્ઠીઓના ગુણોના કે બીજા કોઈ ચિંતનમાં પડ્યા વિના, માત્ર જપના ધ્વનિમાં જ લક્ષ આપી જાપ કરવો. એથી ચિત્ત એકાગ્ર થઈ જપમાં પરોવાશે. આનો અભ્યાસ વધતાં આપોઆપ માનસિક જપ થવા માંડશે. બહુમાન અરિહંતનું, જો આવે એક વાર; ભવભ્રમણ તેનું ટળે, સંશય નહીં લગાર.’– ૨૧ 卐 சு
SR No.032463
Book TitleJena Haiye Navkar Tene Karshe Shu Sansar
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashan Trust
Publication Year2015
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy