________________
મને કૅન્સરનું જીવલેણ દર્દ થયું એની પહેલાં છ માસથી માથામાં ઘણો દુઃખાવો થતો. દાક્તરોને મેં બતાવેલ, પણ રોગ કોઈ કળી શક્યું નહીં. એક દિવસ કફમાં લોહી દેખાયું. મારા ફેમિલી ડૉક્ટરને વાત કરી. એમણે તપાસીને કૅન્સર હોવાનું કહ્યું. એ પછી ડૉ. કપુરને દેખાડ્યું, ત્યારે એમણે કહ્યું કે, ‘હમણાં પેનિસિલિનનાં ઇંજેક્શનનો કોર્સ લો, એ પહેલાં કાંઈ ઉપચાર કરી શકાય તેમ નથી.' ગળું અંદરથી તેમજ બહારથી સૂજી ગયું હતું. આ પહેલાં ખોરાક તો ઓછો થઈ જ ગયેલો. રોટલી પણ પાણીના ઘૂંટડા સાથે મુશ્કેલીથી ઊતરતી. હવે ગળું એકદમ સંકોચાઈ ગયું. બીજે દિવસે અમે ડૉ. કે. મોદીનું એપોઇન્ટમેન્ટ લીધું. તેમણે તપાસીને કહ્યું કે દર્દ ઘણું જ વધી ગયું છે. ટ્રીટમેન્ટની વાત તો બાજુએ રાખો, પણ અંદરથી કટકી કાપીને તપાસ (બાયોપ્સી) કરી શકાય એવી સ્થિતિ પણ નથી રહી. એમણે મારા ફેમિલી ડૉકટરને બાજુએ લઈને કહી દીધું કે એક બે દી'નો હું મહેમાન છું. અને શાંતિથી આયુ પૂર્ણ થાય તે માટે ઘેનનાં ઈંજેક્શન આપવા જણાવ્યું. અમે નિરાશ થઈ પાછા ફર્યા.
છેલ્લા ચાર-પાંચ દિવસથી પાણી પણ ઊતરતું ન હતું. તરસ તો એવી લાગી હતી કે જાણે માટલેમાટલાં પાણી પી જાઉં! મેં મારા ફેમિલી ડૉક્ટરને કહ્યું કે, ‘બીજું ભલે કંઈ ન થાય, પણ હું પાણી પી શકું એવું કંઈક કરો.' એમણે આશ્વાસન આપ્યું : ‘આજની રાત કાઢી નાખો, કાલે સવારે એ માટેનો પ્રબંધ કરીશ. નળીથી હું તમને પાણી આપીશ.’
હું ઘેર આવ્યો. તરસની પીડા અસહ્ય બની હતી. પહેલાં કહ્યું તેમ એ સમયે એકાએક નવકાર મહામંત્રનું સ્મરણ કરવાની મને સ્ફુરણા થઈ.
ત્યારે સાંજના લગભગ સાડાસાત વાગ્યા હશે. મેં બહારથી કોઈ આવે નહીં, કંઈ ડખલ ન થાય, એટલા માટે ઘરનાં બારણાં બંધ કરાવ્યાં કુટુંબીઓને એકઠાં કરી સૌની સાથે મેં ખમતખામણાં કર્યાં. જીવન દરમ્યાન થયેલ વૈર-વિરોધ માટે
સૌની સાથે માફીની લેવડદેવડ કરી લીધી અને સાથે જગતના સર્વ જીવોને ખમાવી અંતઃકરણપૂર્વક મૈત્રીભાવની ઉદ્ઘોષણા કરી ઃ
खामि सव्वजीवे, सव्वे जीवा खमंतु मे । मित्ती मे सव्वभूएसु, वेरं मज्झं न केणई ॥ અને ભાવના ભાવી કે, ‘‘જગતના સર્વ જીવો સુખી થાઓ, સુખી થાઓ; જગતના સર્વ જીવો નીરોગી બનો, નીરોગી બનો; સર્વ જીવોનું કલ્યાણ થાઓ, કોઈ પાપ ન આચરો, કોઈ દુઃખ ન પામો. જગતના સર્વ જીવો કર્મથી મુક્ત બનો. મુક્ત બનો.''
૩૦
અન્તઃકરણના ઊંડાણમાંથી આ ભાવના કરી હું નવકારના ધ્યાનમાં લાગી ગયો.
‘રખે ને મા૨ી દુર્ગતિ થઈ જાય' એ ભયથી, ખૂબ જ જાગૃતિપૂર્વક હું નવકારમંત્રમાં લીન બન્યો. હવે મારે બીજું કંઈ જોઈતું ન હતું, મને ધૂન લાગી હતી સદ્ગતિની. સદ્ગતિ થાય એ માટે હું નવકાર અને ભાવનામાં-વીશ-પચ્ચીસ નવકાર અને ફરી સર્વ જીવ પ્રત્યે મૈત્રીની પૂર્વોક્ત ભાવનામાં-લાગી ગયો. એમાં ચિત્ત પરોવવાથી હું વેદનાને થોડી ભૂલ્યો. અગિયાર વાગ્યે મને જબરદસ્ત ઊલટી થઈ. આખું તપેલું ભરાઈ ગયું! હું બેહોશ થઈ ગયો. ઘ૨નાં માણસો સમજ્યાં કે આ છેલ્લો ચાળો છે. રડારોળ થઈ ગઈ. થોડી વારે હું ભાનમાં આવ્યો. મને કંઈક સારું લાગ્યું. મેં પાણી માગ્યું. બે ત્રણ લોટા પાણી પી ગયો! પણ મને હજી એ જ ધૂન કે સદ્ગતિ ન ચૂકું. નવકાર અને ભાવના ચાલુ રાખ્યાં. મારી બા કહે. ‘થોડું દૂધ લેવાશે? મેં કહ્યું : ‘જોઉં, લાવો!' મેં એક કપ દૂધ પણ પીધું. આ પહેલાં પાંચેક દિવસથી પાણીનું ટીપું પણ ગળાની નીચે જતું ન હતું. નવકાર અને ભાવના ચાલુ જ હતાં.
રાત્રે મને ઊંઘ આવી ગઈ. છેલ્લા છ દિવસથી ઊંઘ નહોતી આવી. પાંચ-છ કલાક હું ઘસઘસાટ ઊંઘ્યો. ઘરનાં માણસો તો હજી એમ જ માનતાં હતાં કે હું બે-ચાર ઘડીનો મહેમાન છું. સવારે હું ઊઠ્યો ત્યારે સ્ફૂર્તિ જણાઈ-જાણે નવજીવન
બેડી બચાવશે તોફાનથી, ને લઈ જાશે કિનાર સદા જપો અંતર થકી, મહામંત્ર નવકાર.’- ૧૬
五