SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ વસ્ત્ર વગેરેની પડિલેહણા ૨૨. સંયમમાં રહે ૨૩ અકુશળ મનનો નિરોધ ૨૪ કુશળ વચનનો નિરોધ ૨૫ અકુશળ કાયાનો નિરોધ પ્રશ્ન ૧ અરિહંત પરમાત્માના ૪ અઘાતી કર્મ (વેદનીય-આયુષ્ય-નામગોત્ર કર્મ) બાકી હોય છે. જ્યારે સિદ્ધ ભગવંતોના સર્વ કર્મનો ક્ષય થઈ ગયો હોય છે. છતાં નવકારમાં સિદ્ધ કરતાં અરિહંતને પ્રથમ નમસ્કાર શા માટે કરવામાં આવે છે? જવાબ : અશરીરી એવા સિદ્ધ પરમાત્માની ઓળખાણ કરાવનારા હોવાથી તેમજ સિદ્ધ પરમાત્મા બનવા માટેનો મોક્ષમાર્ગ બતાવનારા હોવાથી અરિહંત પરમાત્મા અત્યંત વિશિષ્ટ ઉપકારી હોવાથી તેમને પ્રથમ નમસ્કાર કરવામાં આવેલ છે. પ્રશ્નોત્તરી પ્રશ્ન ૨ અરિહંતની ઓળખાણ કરાવનાર આચાર્ય આદિ હોય છે તો પ્રથમ નમસ્કાર આચાર્યને કેમ કરવામાં આવેલ નથી? જવાબ : અરિહંત પરમાત્મા સ્વયં સંબુદ્ધ બનીને કેવલજ્ઞાન પામી શાસનની સ્થાપના કરે છે ત્યારે જ આચાર્ય આદિનું અસ્તિત્વ સંભવી શકે છે. તેથી આચાર્ય કરતાં પણ અરિહંતને જ પ્રથમ નમસ્કાર કરવામાં આવેલ છે તે યોગ્ય જ છે. પ્રશ્ન ૩ તીર્થંકર સિવાયના સામાન્ય કેવલજ્ઞાની ઓને નવકારના કયા પદ દ્વારા નમસ્કાર કરાય છે? જવાબ : પાંચમા પદથી. પ્રશ્ન ૪ સામાન્ય કેવલી ભગવંતોએ પણ રાગદ્વેષ આદિ આંતર શત્રુઓ(અરિ)ને હણી નાખ્યા હોય છે તો તેમનો સમાવેશ નવકારના પ્રથમ પદમાં કેમ ન થાય? ૨૬ શીતાદિ પરિષહો સહન કરે ૨૭ મરણાદિ ઉપસર્ગો સહન કરે ૨૬ (પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ આદરવી અને નિદ્રા, વિકથા તથા અવિવેકનો ત્યાગ) જવાબ : શાસ્ત્રમાં ‘અરિહંત’ શબ્દ તીર્થંકર પરમાત્મા માટે જ રૂઢ થયેલો માનવામાં આવેલ છે. તેથી સામાન્ય કેવલી ભગવંતોનો સમાવેશ પ્રથમ પદમાં થઈ શકતો નથી. પ્રશ્ન ૫ અરિહંત અને સામાન્ય કેવલીમાં તફાવત શું હોય છે? જવાબ : કેવલજ્ઞાન આદિ આંતરિક સ્વરૂપની અપેક્ષાએ કોઈ તફાવત હોતો નથી. પરંતુ અરિહંત પરમાત્માને તીર્થંકર નામકર્મના ઉદયથી અશોકવૃક્ષ આદિ ૮ મહાપ્રાતિહાર્યો, ૩૪ અતિશયો, તથા વાણીના ૩૫ ગુણો આદિ હોય છે તે સામાન્ય કેવલી ભગવંતોને હોતા નથી. અરિહંત પરમાત્મા ચતુર્વિધ સંઘરૂપી તીર્થની સ્થાપના કરે છે, સામાન્ય કેવલી તેમ કરતા નથી. પ્રશ્ન ૬ છદ્મસ્થ એવા આચાર્ય–ઉપાધ્યાય ભગવંતોને ૩જા-૪થા પદથી નમસ્કાર કરવામાં આવે છે જ્યારે સર્વજ્ઞ એવા સામાન્ય કેવલી ભગવંતોને ત્યારપછી પાંચમા પદથી કેમ નમસ્કાર કરાય છે? જવાબ ઃ શાસન-ગચ્છનું સુવ્યવસ્થિત રીતે સંચાલન કરવાની મહાન જવાબદારી આચાર્યઉપાધ્યાય ભગવંતો સંભાળતા હોય છે. સામાન્ય કેવલી ભગવંતો ઉપર તેવી જવાબદારી હોતી નથી. માટે જ તીર્થંકર પરમાત્માની દેશના પૂર્ણ થયા બાદ તેમની પાદપીઠ પર બેસીને છદ્મસ્થ એવા પણ પ્રથમ ગણધર ભગવંત દેશના આપતા હોય છે ત્યારે સામાન્ય કેવલી ભગવંતો પણ એ પદનું
SR No.032463
Book TitleJena Haiye Navkar Tene Karshe Shu Sansar
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashan Trust
Publication Year2015
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy