________________
આવશ્યકતા વિષે આગળ વિચારી ગયા. તેવી જ રીતે નવકાર વાંચન માટે ઉચ્ચાર શુદ્ધિ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે.
આપણા શરીરમાં તેમજ સમસ્ત વિશ્વમાં પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ અને આકાશ આ પાંચ મહાભૂતો વ્યાપીને રહેલા છે. નવકાર મહામંત્રના શુદ્ધ ઉચ્ચારથી જે સૂક્ષ્મ આંદોલનો ઉત્પન્ન થાય છે તેની પાંચ મહાભૂતો ઉપર સાનુકૂળ-શુભ અસર થાય છે. તેવી જ રીતે તેના અશુદ્ધ ઉચ્ચારથી સમસ્ત વિશ્વના વાતાવરણ પર પ્રતિકૂળ અસર થાય છે. આ અંગે નવકાર મહામંત્રના વિશિષ્ટ આરાધક શ્રાદ્ધવર્ય શ્રી દામજીભાઈ જેઠાભાઈ કચ્છ–સુથરીવાલાની પ્રેરણાથી ફોરેનમાં લેબોરેટરીમાં સફળ પ્રયોગો પણ થયા છે, માટે ગુરુગમથી શુદ્ધ જોડણી શીખી લેવી જોઈએ.
અહીં શુદ્ધ ઉચ્ચાર માટે કેટલાક અગત્યના સૂચનો જણાવવામાં આવે છે.
૧. જ્યાં જ્યાં જોડાક્ષર આવે ત્યાં ત્યાં જોડાક્ષર ઉપર ભાર મૂકવાને બદલે જોડાક્ષરથી પહેલાં જે અક્ષર હોય તેનો ઉપર ઝટકો લગાવીને એવી રીતે બોલવું કે જેથી જોડાક્ષરમાંથી પહેલો અર્ધો વ્યંજન તેની સાથે ખેંચાઈ આવે. દા.ત. ‘‘નમો સિદ્ધાણં'’ નો ઉચ્ચાર કરતી વખતે ધ્યા' ઉપર ભાર ન મૂકતાં ‘‘સિ’' ઉપર ઝટકો લગાવીને બોલવાથી ‘ધા’ માંથી ‘' પણ તેની સાથે ખેંચાઈ આવે. અર્થાત્ ‘સિદ્...ધાણં' આ રીતે બોલવાથી સાચો ઉચ્ચાર થઈ શકશે.
પાંચમા પદમાં ‘‘સવ્વ'' શબ્દમાં ‘ધ્વ’’ જોડાક્ષર છે માટે ‘સ' ને ઝટકા સાથે બોલવું જોઈએ. તેને બદલે સાદી રીતે બોલવામાં આવે તો ‘સવ' અર્થાત્ શબ=મડદું એવો અર્થ થવાથી ‘લોકમાં રહેલા મડદા સાધુઓને નમસ્કાર થાઓ'' આવો અનર્થકારી વિચિત્ર અર્થ થાય. માટે ‘સવ્વ’નો ઉચ્ચાર શુદ્ધ થવો જોઈએ. ૨. ×સ્વ અક્ષર હોય ત્યાં ટૂંકો ઉચ્ચાર કરવો.
૧૮
દા.ત. ૪ થા પદમાં ‘ઉ' ડ્રસ્વ છે. છતાં કેટલાક લંબાવીને કે ઝટકા સાથે તેનો ઉચ્ચાર કરતા હોય છે તે અશુદ્ધ ગણાય.
૩. દીર્ઘ અક્ષર હોય ત્યાં થોડો લાંબો ઉચ્ચાર કરવો જોઈએ. દા.ત. પાંચમાં પદમાં ‘હુ’ દીર્ઘ છે. પરંતુ કેટલાક તેનો ટૂંકો ઉચ્ચાર કરે છે તે અશુદ્ધ
ગણાય.
આ રીતે ગુરુગમથી ઉચ્ચાર શુદ્ધિ અવશ્ય ચકાસી લેવી જોઈએ.
(૩) નવકારની તાલબદ્ધ ધૂન કે ગાન ઃ જેવી રીતે વ્યાખ્યાનના પ્રારંભમાં મંગલાચરણમાં રાગપૂર્વક નવકાર બોલાતો હોય છે તેવી રીતે અથવા બીજી રીતે પણ મધુર રાગથી એકસરખા તાલપૂર્વક રોજ થોડીવાર ભાવપૂર્વક નવકારની ધૂન કે ગાન કરવાથી પણ ચિત્તની ચંચળતા ઓછી થઈ આહ્લાદ ઉત્પન્ન થાય છે. (૪) પશ્ચાનુપૂર્વી નવકાર જાપ
કેદખાના આદિના બંધન, વિગેરે પ્રસંગોમાં પદ્માનુપૂર્વી અથવા ઊલટા ક્રમથી નવકાર જાપનું શાસ્ત્રમાં વિધાન છે. પદથી તેમજ અક્ષરોથી એમ બે રીતે પશ્ચાનુપૂર્વી જાપ નીચે મુજબ કરી શકાય. પશ્ચાનુપૂર્વી જાપથી પણ ચિત્તની ચંચળતા ઓછી થાય છે.
પદથી પશ્ચાનુપૂર્વી નવકાર પઢમં હોઈ મંગલં મંગલાણં ચ સવ્વેસિ સવ્વપાવપ્પણાસણો એસો પંચનમુક્કારો નમો લોએ સવ્વસાહૂણં નમો ઉવજ્ઝાયાણં નમો આયરિયાણં નમો સિદ્ધાણં નમો અરિહંતાણં
અક્ષરોથી પશ્ચાનુપૂર્વી નવકાર
લંગમં ઈહો મંઢપ
સિલ્વેસ ચ સંલાગમં ગ્રોસન્નાખવપાસ રોક્કામુનચપં સોએ સાવ્વસ એલો મોન
સંયાજ્ઞાવર્ડ મોન
ઊંયારિયઆ મોન પ્રંસિ મોન
સંતાહરિ મોન
પદ્માનુપૂર્વી જાપમાં નવ કે પ્રથમ પાંચ પદોનો જાપ પણ કરાય છે.