________________
તેથી સાચા ઉપાયો અમલમાં આવી શકતા નથી. એટલે જીવનમાં પંચ-પરમેષ્ઠીઓની સાચી ઓળખાણ કરી તેઓના શરણે વૃત્તિઓને રાખી પ્રવૃત્તિઓને શાંતિની દિશામાં વાળવા માટે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવું જરૂરી છે. નવકાર મંત્રની નવકારવાળી કેવી રીતે ગણવી જોઈએ?
શ્રી નમસ્કાર મહામંત્રના જાપનો મૌલિક શક્તિનો વિકાસ કરવા માટે અધખુલ્લી મુઠ્ઠીરૂપે ચાર આંગળીઓવાળી, તર્જનીના વચલા વેઢા ઉપર માળા રાખી, અંગૂઠાના પહેલા ટેરવાથી (નખ ન અડે તે રીતે) મણકા ફેરવવારૂપે જાપ કરવાનું શાસ્ત્રીય વિધાન છે. કેવી માળાનો ઉપયોગ કરવો?
* નવકાર મહામંત્રના જાપ માટે લેવાતી માળાઅઢાર અભિષેક કરેલી માળા (આચાર દિનકરના) પ્રતિષ્ઠા મંત્રથી પ્રતિષ્ઠિત અને સૂરિમંત્ર કે વર્ધમાન વિદ્યાર્થી અભિમંત્રિત હોવી જોઈએ.
* કોઈની ગણેલી માળાથી શ્રી નમસ્કાર મહામંત્રનો જાપ ન કરવો, તેમજ આપણી માળા બીજાને ગણવા આપવી નહીં.
#
• કોઈના હાથનો સ્પર્શ પણ થવા દેવો નહિ. *નવકારવાળી મૂકવા માટે પ્લાસ્ટિક, ઍલ્યુમિનીયમ કે સ્ટીલની કોઈ પણ જાતની ડબ્બીનો ઉપયોગ કરવો નહિ.
કેવી જાતની માળાનો ઉપયોગ કરવો? *સુતરની માળા તથા સુખડની માળા સર્વશ્રેષ્ઠ છે. પ્લાસ્ટિકની માળા ગણવી નહિ
આજે અણસમજથી પ્લાસ્ટિકની નવકારવાળીઓ ખૂબ જ પ્રમાણમાં વપરાય છે, તે ઉચિત નથી. કેમ કે-પ્લાસ્ટિક બનાવનાર કંપનીઓ તથા વૈજ્ઞાનિકો સાથે પત્રવ્યવહાર દ્વારા મેળવેલ પ્રમાણભૂત માહિતીના આધારે ચોક્કસ જાણવા મળ્યું છે કે -
પ્લાસ્ટિક ઝાડમાંથી નીકળતા રસ જેવી ચીજમાંથી બને છે, પણ તેને આજના મોહક સ્વરૂપમાં તૈયાર કરવા માટે બળદના આંતરડાનો રસ વગેરે ખૂબ જ અશુભ દ્રવ્યો વપરાય છે.'
""
તેથી પ્લાસ્ટિકની માળા સદંતર ત્યાગ કરવા ધ્યાન રાખવું.
શ્રી નવકારના જાપમાં અન્ય કઈ બાબતોનું ધ્યાન રાખવું?
શ્રી નવકારના જાપમાં એકાગ્રતા જરૂરી છે. * માળા અને જગ્યા નક્કી કરેલ જોઈએ. એક જ જગ્યાએ આસન રાખવું જરૂરી છે. એક જ નવકારવાળી ઉપર જાપ કરવો
#
.
જરૂરી છે.
* નવકારવાળી ગણતી–વખતે ડાબો હાથ માળાને અડકવો જોઈએ.
#
શ્રી નવકારના જાપ શરૂ કરતાં પૂર્વે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું તથા શાસનપતિ શ્રી મહાવીર પ્રભુનું તેમજ અનંત લબ્ધિ નિધાન શ્રી ગૌતમ સ્વામીજીનું નામ ત્રણ વાર લેવું.
* નવકાર ગણવા માટે દિશા પણ એક રાખવી જરૂરી છે.
*શુદ્ધ કપડાં પહેરી નવકાર ગણવા જોઈએ. નવકારવાળી કેટલી ગણવી? તેની સંખ્યા ચોક્કસ રાખવી.
* જાપ સમયે શરીર હલવું જોઈએ નહિ. બગાસું ન ખાવું જોઈએ.
આંખો બંધ રાખવી. અગર ધ્યાન નવકાર પટની સામે રાખવું.
મ્હોં ખુલ્લું રાખી નવકાર ન ગણવા.
તેમ જ જાપ વખતે હોઠ ફફડાવવા નહિ. શ્રી.નવકારમંત્ર કયા સમયે ગણવો? સવારે ૬ વાગે બપોરે ૧૨ વાગે સાંજે ૬ વાગે
તેમજ સવારે ચાર વાગ્યાથી સૂર્યોદય સુધી શ્રેષ્ઠ, સૂર્યોદયથી એક કલાક સુધી મધ્યમ અને સવારના ૧૦ વાગ્યા સુધી સામાન્ય કહેવાય.
#
.
.
*
#
દિવસના ૧૦ વાગ્યાથી સૂર્ય-અસ્ત પછી અઢી ઘડી (૧ કલાક) સુધીનો સમય સામાન્ય જાપ માટે યોગ્ય નથી.
શ્રી નવકાર મહામંત્ર ગણવા માટે કેવાં આસનનો ઉપયોગ કરવો?
પરમેષ્ટિ આરાધતાં, પરમ જ્યોતિ પમાય; પડળ ઊતરે અનાદિના, દૃષ્ટિ નિર્મળ થાય.'-૧૧
૧૨