________________ 3 વરદાન છે પૂજ્યતમ્ !નવકાર !! હું તારી પાસે એવી પ્રાર્થના લઈને નથી આવ્યો કે “વિપત્તિથી રક્ષા કર’’ પણ વિપત્તિઓમાં ભયભીત ના બનું!એવું તો વરદાન દે !! પોતાના દુઃખથી પીડિત ચિત્તની સાંત્વના માટે હું ભિક્ષા નથી માગતો. પણ દુઃખોથી થતી ગભરામણ ઉપર “વિજય મેળવું એવું તો વરદાન દે! ‘મને બચાવો” આવી યાચના માટે તારે દ્વારે નથી આવ્યો. પણ કર્મના વિપાકો સહવાની શક્તિનું તો વરદાન દે ! મારો ભાર હલ્કો કરી નાખ’’ એવી વિનંતી નથી કરતો ! પણ ભારવહન કરવાનું મને બળ મળે એવું તો વરદાન દે ! સુખમાં તને નત મસ્તકે સ્મરું અને દુઃખમાં તને કદી પણ ના વિસ્મરૂં!વળી આખું જગતમારો ઉપહાસ કરે તેવા સમયે પણ હું તારા ઉપર શંકાશીલ ના બનું એવું તો રૂડું વરદાન દે ! - A+ A- Printed by JAYANT PRINTERY Mumbai-2. Tel.: 4366 7171