SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર મહિમા ગર્ભિત શાસ્ત્રીય શ્લોકાર્થો सर्वपापारिमन्त्रं, कर्मनिर्मूलमन्त्रम् । मन्त्रं संसारसारं, त्रिजगदनुपमं संसारोच्छेदमन्त्रं, विषमविषहरं, मन्त्रं सिद्धिप्रदानं शिवसुखजननं, केवलज्ञानमन्त्रं, મન્ત્ર નમÓા-મન્ત્ર, નવ નવ પિત, નનિર્વાગમન્ત્રમ્ [મહામંત્ર શ્રી નવકાર એ સંસારમાં સારભૂત મંત્ર છે, ત્રણ જગતમાં અનુપમ છે, સર્વ પાપોને નાશ ક૨ના૨ છે, સંસારનો ઉચ્છેદ કરનાર છે, વિષમ પ્રકારના વિષને હરનાર છે, કર્મને નિર્મૂલ કરાવનાર છે, સિદ્ધિને પ્રાપ્ત કરાવનાર છે. શિવસુખનું કારણ છે. કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરાવનાર છે. આવા પ્રકારના અદ્ભુત સામર્થ્યવાળા પરમેષ્ઠિ મંત્રને હે ભવ્યો! તમો વારંવાર જપો. જાપ કરાયેલો આ નમસ્કાર મહામંત્ર જન્મ-મરણની જંજાળમાંથી જીવોને છોડાવના૨ છે.] નમસ્કાર અરિહંતને, વાસિત જેહનું ચિત્ત, ધન્ય તેહ કૃતપુણ્ય તે, જીવિત તાસ પવિત્ત. આર્તધ્યાન તસ નવિ હુએ, નવિ હુએ દુર્ગતિવાસ, ભવક્ષય કરતાં રે સમરતાં, લહીએ સુકૃત અભ્યાસ. ૧ — હું ધન્ય છું કે મને અનાદિ અનંત ભવસમુદ્રમાં અચિત્ત્વ ચિંતામણિ એવો પંચ પરમેષ્ઠિઓનો નમસ્કાર પ્રાપ્ત થયો. ૨ — નવકાર એ જિનશાસનનો સાર છે, ચઉદ પૂર્વનો સમ્યગ્ ઉદ્ધાર છે. નવકાર જેના મનને વિષે સ્થિર છે તેને સંસાર શું કરે? અર્થાત્ કાંઈ પણ ક૨વા સમર્થ નથી. ૩ — નવકાર એ સર્વ શ્રેયોમાં પરમ શ્રેય છે, સર્વ માંગલિકને વિષે પરમ માંગલિક છે, સર્વ 5 પુણ્યોને વિષે ૫૨મ પુણ્ય છે અને સર્વ ફળોને વિષે ૫૨મ રમ્ય ફળ છે. ૪-પંચ નવકાર ચિંતવવા માત્રથી પણ જલ અને અગ્નિને થંભાવી દે છે. તથા અરિ, મારિ, ચોર અને રાજા-સંબંધી ઘોર ઉપસર્ગોનો સંપૂર્ણપણે નાશ કરે છે. ૫— શ્રી નમસ્કાર મહામંત્ર દુઃખને હરે છે, સુખને કરે છે, યશને ઉત્પન્ન કરે છે, ભવસમુદ્રને શોષવે છે, તથા આ નમસ્કાર આ લોક અને પરલોકનાં સઘળાં સુખોનું મૂળ છે. ૬ — શ્રી નવકારમંત્રનો એક અક્ષર સાત સાગરોપમનું પાપ નાશ કરે છે, શ્રી નવકારમંત્રના એક પદ વડે પચાસ સાગરોપમનું પાપ નાશ પામે છે અને સમગ્ર નવકાર વડે પાંચસો સાગરોપમનું પાપ નાશ પામે છે. -6 -જે એક લાખ વાર નવકા૨ને વિધિપૂર્વક ગણે છે; તે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરે છે. તેમાં જરા પણ સંદેહ નથી. ૮— પ્રકૃષ્ટ ભાવથી પરમેષ્ઠિઓનો કરેલો એક પણ નમસ્કાર, પવન જેમ જલને શોષવી નાખે, તેમ સક્લુ કલેશજાળને છેદી નાખે છે. ૯ — અંત સમયે જેના દશ પ્રાણો પંચ નમસ્કારની સાથે જાય છે, તે મોક્ષને ન પામે તો પણ વૈમાનિક અવશ્ય થાય છે. ૧૦ જે કોઈ મોક્ષે ગયા છે અને જે કોઈ કર્મ મલથી રહિત બનીને મોક્ષે જાય છે, તે સર્વ પણ શ્રી જિનનવકા૨ના જ પ્રભાવે છે, એમ જાણો. ૧૧ —પરમ મંત્રરૂપ આ નવકાર મંગલનું ઘર છે, તે સંસારનો વિલય કરનાર છે; સકલ સંઘને சு
SR No.032463
Book TitleJena Haiye Navkar Tene Karshe Shu Sansar
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashan Trust
Publication Year2015
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy