________________
“એનો મહિમા અપરંપાર"
હમીરમલ કે. શાહ (સાદડીવાલા) ૧૮૭, એ/૧, મુંબાદેવી રોડ, મુંબઈ-૨. ફોન : ૩૩૨૩૩૩
નાનપણથી એટલે લગભગ ૬૨ વર્ષથી જાગૃત અવસ્થામાં, ગમે તે સ્થિતિમાં, મૌનરૂપે (જીભ ચલાવ્યા વગર) નવકારમંત્રનો જાપ કરું છું.
નાનપણમાં ગરીબીનો પાર નહિ. ધનના અભાવે સાદડીથી કેસરીયાજી પગે જાત્રા કરી. ૧૪ વર્ષની ઉંમરમાં નોકરી માટે મુંબઈ આવ્યો. આમતેમ બે વર્ષ ભટક્યો. છેલ્લે ૧૯૩૯ થી ૧૯૬૦ સુધી એક જ સ્થળે નોકરી કરી. સને ૧૯૫૦માં નાના ભાઈ ફતેહચંદ (અત્યારે આચાર્ય શ્રી ડ્રીંકારસુરિજી) એ દીક્ષા લીધી. ૧૯૬૦ પછી પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ. ૧૯૭૨માં
5
ધર્મપ્રભાવે ૭૫૦ માણસોનો સંઘ લઈ મુંબઈથી પાલીતાણા ગયા. શંખેશ્વરમાં ‘હમીર-સિદ્ધિ ભવન'', થાણા દેરાસરમાં પાણીની પરબ, અજમેર દાદાવાડીમાં જિનદત્તસુરિ ધર્મશાળામાં બ્લોક, ભેલુપુર પાર્શ્વનાથમાં શ્રીસંઘને રહેવાનો બ્લોક, પાલીતાણામાં રાજેન્દ્રભવન દેરાસરમાં નામો, રૂમ વગેરે નવકાર મહામંત્રનો પ્રત્યક્ષ પ્રભાવ છે.
જિંદગીમાં બે વખતે ઝેર અને એક વખત ખૂનથી બચ્યો છું. ખરેખર, શ્રી નવકાર મહામંત્રનો અપરંપાર પ્રભાવ શબ્દોથી સંપૂર્ણ વર્ણવવો શક્ય જ નથી.
૧૮૭