SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યાં જ્યાં તીર્થયાત્રામાં ગયા ત્યાં ત્યાં પણ અનેક ચમત્કારો સર્જાયા છે. એમાં શ્રી નવકારમંત્ર, સ્મરણો અને સ્તોત્રોના સ્મરણથી ટનથી અકસ્માત, આપત્તિ, આક્રમણ, વિઘ્નો, દુઃખદર્દોથી બચી ગયા છીએ. ‘નવકાર મારો બેલી છે’ આ પંક્તિ અમારા સહુના હૃદયમાં ગુંજતી રહી છે. એટલું જ નહિ, અમો આબાદ ‘ક્ષેમકુશળ' અમારા સંવત ૨૦૨૨માં અમારા ગામ ઝીંઝુવાડામાં પૂ. મહાભદ્રવિજયજી મ. સા. તથા મહાસેનવિજયજી મ. સા. આદિ મુનિ ભગવંતોનું ચોમાસું હતું. પૂજ્ય મહાન તપસ્વી મુનિરાજશ્રી મહાભદ્રવિજયજી મ. સા. વ્યાખ્યાનમાં સુંદર શૈલીથી ઉપદેશ આપતા હતા અને નવકારમંત્રનો પ્રભાવ અને આત્મોન્નતિ માટે નવકારમંત્ર જ અમૂલ્ય ઔષધ છે વગેરે દાખલા દૃષ્ટાંતો દ્વારા ઉપદેશ આપતા હતા. અને પૂજ્ય મહાસેન વિજયજી મ. સા. નમો અરિહંતાણં' પદની નવકારવાળીના જાપ દ્વારા કરોડપતિ બનાવવા પ્રયત્ન કરતા હતા અને ઓછામાં ઓછી દસ નવકારવાળી રોજ ગણવાથી ત્રીસ વરસમાં કરોડપતિ (મંત્ર જાપના) થઈ જવાય એમ કહેતા. ચોરાયેલી આંગી પાછી મળી” પૂ. આ. વિજય ભદ્રસૂરીશ્વરજી મ. સા.ના શિષ્ય પૂ. મુનિશ્રી જિનચંદ્રવિજયજી મ. આથી મેં તે જાપ શરૂ કર્યો, તે અગાઉ પણ દ૨૨ોજની એક બાંધી નવકારવાળી તો ચાલુ હતી જ. વતનમાં આવી જઈએ. ધાર્મિક કાર્યોમાં પૂજા ભાવના કોઈ પણ પ્રસંગમાં શ્રી નવકારમંત્ર મંગલ રૂપે પ્રારંભમાં જ શરૂ કરીએ. મારે દીક્ષા લેવાની ભાવના કેટલાય વખતથી હતી પણ પત્ની અને પુત્ર સાથે લેવાય તો વધુ સારું તેવી ભાવનામાં હતો. આવા પરમ મંગલકારી નવકારમંત્રના પ્રભાવથી. ધ્યાનથી, જાપથી શાશ્વત સુખ, શાંતિ પ્રાપ્ત કરીએ. પરમપદે પહોંચીએ. એ જ મંગલ ભાવના! મારા પૂર્વે મારા પિતાશ્રી તથા લઘુ બાંધવે સં. ૧૯૯૦માં દીક્ષા લીધી હતી. તેમાં પિતાશ્રી ખૂબ જ આત્મહિત ચિંતક હતા. સંસારમાં રહીને પણ સાધુપણા જેવું ઉત્તમ જીવન જીવતા હતા. તેમણે સાડા છ વર્ષના દીક્ષા પર્યાયમાં પચાસ વરસની ઉંમરે દીક્ષા લીધેલ હોવા છતાં ૩૧-૪૫-૬૦-૭૦ ઉપવાસની ઉગ્ર તપસ્યા કરેલી. વચમાં જ્ઞાન પ્રાપ્તિ પણ ચાલુ હતી. આવા ઉત્તમ પિતાનો વારસો મળવાથી સં. ૧૯૬૬માં સીત્તેર ઉપવાસ વખતે અમે સમી ગયેલા અને અમારા ઘરના જેટલા ગયા હતા, તેમણે બધા મળીને સીત્તેર ઉપવાસ કરવા વિચાર્યું. આ ઉત્તમ વિચારથી મેં અઠ્ઠાઈ કરેલી. આ પૂર્વે છઠ્ઠ, અઠ્ઠમ પણ નહિ કરેલ અને અઠ્ઠાઈ બહુ સારી થઈ હતી. તેથી જ તપ જપમાં વૃદ્ધિ થઈ. પિતાજી શ્રી વિલાસવિજયજી મ.સા.ના આશીર્વાદથી અમારા ઘરમાં અમે ચાર ભાઈઓ, બે પત્નીઓ અને છોકરાઓ પણ માસખમણ સુધીની તપસ્યાઓ કરી શક્યા છીએ. લઘુ બાંધવ ૐકાર વિજયજી મ., ગુરુવિનય ભક્તિમાં ઓત પ્રોત હોઈ જ્ઞાનમાં ખૂબ જ આગળ ‘નવકાર મંત્રરૂપ છાંયડી ભવ આતપ હરનાર; થાક હરે થાક્યાતણો, વળી શાંતિ દેનાર.’–૧૦૩ 5 ૧૬૨
SR No.032463
Book TitleJena Haiye Navkar Tene Karshe Shu Sansar
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashan Trust
Publication Year2015
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy