________________
ધનજીભાઈનાં સાથીએ હાથ ઊંચો કરી ટ્રકવાળાને ધીરેથી હાંકવા ઇશારો કર્યો પણ ટ્રકવાળાએ તો પૂરજોશથી હાંકે રાખ્યું. અને ટૂક ધનજીભાઈની ગાડી સાથે અથડાઈ અને ધનજીભાઈની ગાડી એક મોટા ખાડામાં પડી ગઈ.
સામે એક મોટું ઝાડ હતું. જો ગાડી એ ઝાડની સાથે અથડાઈ હોત તો ગાડીના ચૂરેચૂરા થઈ જાત. પણ આશ્ચર્યની વાત તો એ હતી કે, ગાડી ખાડામાં પડવા છતાં કોઈને કશી ઈજા ન થઈ અને સૌ આબાદ બચી ગયા. બચવાનું કારણ તો સૌને એક જ મળ્યું કે આ બનાવ વખતે ધનજીભાઈ ‘અરિહંત’... અરિહંત' જપતા હતા....
શ્રી ધનજીભાઈ પટેલ જૈનેતર હોવા છતાં ત્રણેક વર્ષ પૂર્વે પૂ. ગુરુદેવ વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મ. સા.નાં સમાગમમાં આવ્યા. પછી તેઓશ્રીનાં વ્યાખ્યાનોની તેમના ઉપર જબ્બર અસર થવા પામી અને ત્યારથી તેઓ નિયમિત નવકારમંત્ર ગણવા લાગ્યા. પોતાના મિત્રો શુભેચ્છકોને પણ વખતોવખત દર્શનાર્થે લાવી વ્યાખ્યાન સંભળાવે છે. તેમનાં મિત્રમંડળમાં ઘાંચી, મોચી, પટેલ, બ્રાહ્મણ એમ વિવિધ જ્ઞાતિના ભાઈઓનો સમાવેશ થાય છે. સૌ ભાઈઓએ પૂ. મ. શ્રીનાં ઉપદેશથી માંસ-મદીરાનો ત્યાગ કર્યો છે. અને સૌ નિયમિત નવકારમંત્રનું સ્મરણ કરે છે. (‘‘તેજસ્વી રત્નો’’માંથી)
સાપ પણ સાનુકૂળ બન્યો!
સતારા પાસે આવેલા પુસેસાવળી ગામનાં વતની વૈધરાજ શ્રી રામચંદ્ર બાપુરાવ સૂર્યવંશી, મરાઠા (ક્ષત્રિય) જ્ઞાતિનાં છે પણ તેઓ જૈન ધર્મ ઉપર અપૂર્વ આસ્થા ધરાવે છે. ઇસવીસન ૧૯૭૬માં મુંબઈમાં શ્રેષ્ઠી સાકળચંદ ભગાજીનાં સંપર્કમાં આવતાં નવકારમંત્ર ગણતા થયા, અજોડ આસ્થાથી નવકારમંત્ર સ્મરણ કરતાં તેમનાં જીવનમાં અનેક વાર ચમત્કારિક ઘટનાઓ બનવા પામી છે.
એક વખત તેઓ સાઇકલ પર બેસી રસ્તો પાર કરતા હતા. સાઇકલમાં ઘંટી નહોતી. રસ્તા પર જ એક મોટો સાપ પડ્યો હતો. નજીક જતાં જ સાઇકલની સામે જ ડોક ઊંચી કરી સાપ સ્થિર થયો. વૈદરાજ પહેલાં તો જરા ગભરાયા પણ તરત જ નવકારમંત્ર યાદ આવતાં નવકારમંત્ર ગણવા લાગ્યા. અચાનક ઘંટાનાદ સંભળાયો. અને સાપ તે જ ક્ષણે ત્યાંથી પલાયન થઈ ગયો.
બીજા એક પ્રસંગે તેઓ એક ગામ જતા હતા ત્યારે, રસ્તામાં એક કૂતરું રડતું હતું... અને તે રડતું કૂતરું તેમની પાછળ પડ્યું. વૈદરાજ સમજી ગયા કે કૂતરાનું આ રુદન અશુભ મિલન છે. પણ તેમને ડર નહોતો. કારણ કે તેમનું ભયરક્ષક બળ નવકાર તેમની સાથે હતો. તે આગળ વધવા લાગ્યું. થોડે દૂર જતાં કૂતરાએ વૈદરાજને ત્રણ પ્રદક્ષિણા આપી... પછીની ક્ષણેકમાં જ મેઈલ ટ્રેનથી પણ વધુ ઝડપે એક ભોરીંગ તેમની સામે ધસી આવ્યો. પણ નવાઈની વાત એ બની કે વૈદરાજનાં સર્કલમાં, એટલે કે કૂતરાએ પ્રદક્ષિણા આપી હતી એ જગ્યામાં સર્પ પ્રવેશી શક્યો નહિં, ત્યાં જ થંભી ગયો. વૈદરાજ તો હંમેશના સાથી એવા નવકારના ધ્યાનમાં ત્યાં ને ત્યાં જ તલ્લીન થઈ ગયા. સાપ ગાયબ!
ત્રીજો પ્રસંગ પણ અત્યંત ચમત્કારિક છે. એક વખત વૈદરાજ પોતાના મિત્ર બાબુરાવ અને બીજા કોઈ એક ભાઈ સાથે ટ્રકમાં બેસી સતારાથી કરાડ જઈ રહ્યા હતા. રસ્તામાં એક મોટા પત્થર સાથે ટ્રક અથડાતાં જ ટ્રકનો આગળનો ભાગ તૂટી ગયો. પણ ત્રણેમાંથી કોઈને જરા પણ ઈજા થઈ નહોતી. તેનું મુખ્ય કારણ આ બનાવ બનતાં જ વૈઘરાજ નવકારમંત્રના સ્મરણમાં એકાગ્ર બની ગયા હતા.
વૈઘરાજને કોલ્હાપુરનાં મિ. શાહનાં સંપર્કમાં આવતાં વિ. સં. ૨૦૧૫માં કોટમાં શતાવધાની પંન્યાસજી મ. શ્રી. કીર્તિવિજયજી ગણિવરનાં પ્રવચનને શ્રવણ કરવાનો સુયોગ સાંપડ્યો. તે વખતે ચાલી રહેલા ‘અમકુમાર અને
આ ભવાટવી સંસારનો, વોળાવો નવકાર; જો સાથે રાખો તેહને, તો કોઈ નહીં લૂંટનાર.’— ૬૨
૧૨૧