________________
卐
થાવ, એ કેમ ચાલે! ગમે તે રીતે આપ પરચો બતાવો, એવી મારી અંતરની કામના છે. ઉપાયમાં કમીના હોય, તો સૂચવો. અમે બધું કરવા તૈયાર છીએ.
ભુવાના માધ્યમે પુનઃ પ્રત્યુત્તર સાંપડ્યો : હા એક ઉપાય છે. આ જૈનભાઈ પોતાના ઇષ્ટદેવનો જપ કરવાનું છોડી દે, એઓ પોતાના ઇષ્ટ-મંત્રના આજીવન-ત્યાગનો મને કોલ આપે; તો મારો અવરોધ દૂર થાય અને હું એના શરીરમાં પ્રવેશ પામી શકું. આ સિવાય મારો પરચો પામવાનો કોઈ જ ઉપાય નથી. હું ભલે ગમે તેટલી શક્તિશાળી ગણાતી હોઉં! પણ આ ભાઈ દ્વારા થતા ઇષ્ટમંત્રથી જાગતા તેજવર્તુળો મારી આંખને આંજીને આંધળી બનાવી દે છે. એ વર્તુળો વીંધીને આગળ વધવા હું લાચાર બની જાઉં છું. માટે મારી આ શરત માન્ય હોય, તો જ હું પરચો બતાવવા સમર્થ છું. બોલો, માન્ય છે મારી આ શરત?
આ સવાલ-જવાબે જિનદાસના હૈયામાં કોઈ જુદી જ જાતનું નિર્ણાયક-મનોમંથન પેદા કરી દીધું. એ વિચારે ચડ્યો : ઓહ ! પરચો તો મારા ઘરમાં જ મારી પ્રતીક્ષા કરતો ખડો છે અને એની શોધ માટે હું આમ-તેમ ફાંફાં મારી રહ્યો છું! મારો નવકાર કેટલો બધો બળવાન છે કે, એના જપમાંથી નીકળતી જ્યોતિ, શક્તિમાતાનેય હાર અપાવી શકે છે. નવકાર તરફ હું કોઈ એવી નક્કર નિષ્ઠા ધરાવતો નથી, મેં એવો કોઈ ભેખ લઈને, નવકારને જ મારો મુદ્રાલેખ નથી બનાવ્યો! વારસામાં મળેલા
નવકારની રોજ હું માત્ર એક માળા જ ફેરવું છું. મારી શ્રદ્ધાની સીમા ફક્ત આટલી જ છે! છતાં જો આવી નામની શ્રદ્ધા પણ આ જાતનો પરચો આપી શકે છે, તો નવકાર પ્રત્યેની મારી શ્રદ્ધાનિષ્ઠાને જો હું સમજણપૂર્વકની બનાવવા મંડી પડું, તો મારો બેડો આ ભવસાગરથી પાર ન થઈ જાય શું?
પરચો પામવો હતો કોઈ શક્તિનો અને પરચો હાથ લાગી ગયો બીજી જ કોઈ શક્તિનો! જિનદાસે મનોમન પાકો નિર્ણય લઈને, પોતાના મિત્રને કહ્યું : મારે જે ૫રચો પામવો હતો, એ મળી ગયો છે. આ પ્રસંગે ખૂબ જ સચોટ રીતે એ સાબિત કરી આપ્યું છે કે, શક્તિમાતાનેય હાર સ્વીકારવી પડે, એવી પ્રચંડ-તાકાત મારા નવકારમંત્રમાં છે. હવે આવો આટલો પરચો મળ્યો પછી પણ જો હું નવકારની નિષ્ઠાને છેહ દઉં, તો મારા જેવો મૂર્ખ-શિરોમણિ બીજો કોણ કહેવાય?
શક્તિને વિસર્જિત કરી દેવાઈ. સહુના મોં ૫૨ જુદી-જુદી જાતના આશ્ચર્યના તરંગો-રંગો અંકિત થયા હતા. ભુવાના દિલમાં આશ્ચર્ય સમાતું ન હતું. પોતાના પરાજયનો પાયો ગોતવા એણે જિનદાસને એટલું જ પૂછ્યું કે-તમારા ઇષ્ટ-મંત્રનો પાઠ જાણવાનો મારો અધિકાર ખરો?
જિનદાસનો આનંદ અને અહોભાવ છલકાઈ ઊઠ્યો. એણે ટૂંકાક્ષરી જવાબમાં માત્ર એટલું જ કહ્યું કે :
“નમો અરિહંતાણં !’’
(– ‘મુક્તિદૂત’ના આધારે)
મહાસુખ નિધાન છે, પરમેષ્ટિ ભગવાન; ખામી વગર ખિદમત કરો, તો રીઝે કરુણાનિધાન.’–૨૮
சு
૮૭