________________
સિપાઈની આ આઝુઓ કામયાબ ન નીવડી. વિરાટે ઉ૫૨થી સિપાઈને સમજાવવા માંડ્યું કે તમે મને ગિરફતાર કરીને લઈ જશો, એમાં તમને શું ફાયદો છે! મારા તનબદન તરફ જુઓ. હજી હું બાળ છું! હજી હું અવિકસિત ગુલાબ છું! તમે મને પકડી જશો, તો મેં સેવેલાં રંગીન સોણલાં વિખેરાઈ જશે! મારાં અરમાનોની આલમ નેસ્તનાબૂદ બની જશે! ન જોઈએ મારે એ સાર્વભૌમત્વ!!! મારે જોઈએ ફક્ત આઝાદી! મહામૂલો આદિનાથ ને પ્રાણ-પ્યારો મહામંત્ર શ્રી નમસ્કાર!!!
વિરાટ આટલું બોલીને થંભી ગયો; પણ એના શબ્દોમાં ખુમારી હતી, નહિ કે આઝાદીની ભીખ માંગતી કાકલુદી?
સિપાઈ વિરાટની ખુમારી જોઈને સ્તબ્ધ બની ગયો, એ વિચારવા લાગ્યો કે શું નાના બાળમાં પણ આવી ખુમારી, આવી જવાંમર્દી, આવું જોમ ને આવો જુસ્સો હોઈ શકે ખરો? શું આવા બાળને ગિરફતાર કરીને સરદાર સમક્ષ ખડો કરવામાં મહાપાતક નથી? તો પછી શીદને મારે એ મહાપાતક વહોરીને મારી માનવતા પર અગનપિછોડી ઓઢાડવી! જવા દો, નથી ગિરફતાર કરવો એ બાળને! સરદારને કહી દઈશ કે, આજુબાજુની ધરતીના કણ-કણમાં વિરાટને ખોજવા કાજે ઘૂમી આવ્યો, પણ ન મળ્યો એ વિટનો ઓછાયો !
સિપાઈએ ધારીને જોયું તો વિરાટના મુખ પર કોઈ મંત્રજાપ ચાલી રહ્યો હતો. એણે કહ્યું : તું તારા તય કરેલાં રાહે આગે બઢ, વિરાટ! હું પલ્લીમાં પાછો જાઉં છું ને કહી દઈશ કે-‘ન મળ્યો વિરાટ! સિપાઈ પાછો વળ્યો.'
વિરાટના ઉરના ઉદધિમાં ઉમંગની ઊર્મિઓ ઉછળવા માંડી! એના મુખમાંથી એક આભ ચીરતી વાણી બહાર પડી કે–ત્યારે વિશ્વભરનું કોઈ પણ તત્ત્વ કોઈ પણ કાળે સીતમ ગુજારી શકતું નથી, જ્યારે મહામંત્ર રક્ષક બને છે!
વિરાટની મંઝિલ હવે દૂર ન હતી! એ થોડું ચાલ્યો, ત્યાં તો ‘સોનગઢ’નાં સિગ્નલો એને દેખાયાં! સોનાગઢના પ્લેટફૉર્મ પર જ્યારે વિરાટે કદમ બિછાવ્યાં, ત્યારે પાલીતાણા જનારી ટ્રેન એની રાહ જોતી ઊભી હતી!
વિરાટે એ ટ્રેનમાં પોતાનું આસન બિછાવ્યું, ત્યારે એનાં અંતરતમના ખૂણે-ખૂણાને ખૂંદીને વાયુમંડળમાં રેલાતો એક અંતરનાદ મહામંત્રના અફાટ સામર્થ્યને ગાતો ગાતો અનંતમાં વિલીન થતો હતો.
ત્યારે ગમે તેવી અંધાર-પૈરી ખીણમાં પછડાયેલા મહામંત્રના સાધકને પગથારે લાધે છે
અને એ ગુમરાહ સાધક પોતાની મંઝિલને મેળવે છે, જ્યારે મહામંત્ર રક્ષક બને છે!
પરમ પ્રભુતા આતમ પામે, જપતાં શ્રી નવકાર; દીનતા લઘુતા ટળે જીવનની, વામે સર્વ વિકાર.’ – ૨૫
૮૪