________________
જિનાગમો વિજયતે
છે, ત્યાર પછી આચારાંગ આદિની રચના કરે છે. નંદિસૂત્ર ઉપરની હરિભદ્દીય વૃત્તિમાં પણ આ જ માન્યતાનું સમર્થન કરવામાં આવ્યું છે (જુઓ નંદીહારિભદ્રીય વૃત્તિ પૃ૦૮૮). તથા સમવાયાંગવૃત્તિમાં પણ અભયદેવસૂરીશ્વરજી મહારાજ આ જ મતની પુષ્ટિ કરે છે.
સમવાયાંગવૃત્તિકાર અભયદેવસૂરીશ્વરજીના બીજા મત પ્રમાણે આચારાંગસૂત્ર સ્થાપનાની અપેક્ષાએ પ્રથમ છે, પરંતુ રચનાની દૃષ્ટિએ બારમું છે.
આ રીતે,
૧. આચારાંગ ચૂર્ણિ-વૃત્તિકારના મતે આચારાંગસૂત્ર અર્થ અને સૂત્રરચનાની અપેક્ષાએ પ્રથમ.
૨. નંદિસૂત્ર ચૂર્ણિકાર-હરિભદ્રસૂરિજીના મતે અર્થરચનાની દૃષ્ટિએ આચારાંગસૂત્ર ૧૪ પૂર્વ પછી અને સૂત્રરચનાની દૃષ્ટિએ પ્રથમ.
૩. અન્ય આચાર્યોના મતે અર્થ-સૂત્રરચનાની દૃષ્ટિએ ૧૪ પૂર્વ પછી.
૪. સમવાયાંગવૃત્તિકાર અભયદેવસૂરિ મ.ની માન્યતા બે પ્રકારની છે. ૧. નંદિચૂર્ણિકારના મત પ્રમાણે તથા ૨ સૂત્રરચનાની દૃષ્ટિએ બારમું અને સ્થાપનાની અપેક્ષાએ પ્રથમ.
શ્રી આચારાંગસૂત્રનું પ્રથમ સૂત્ર છે. सुयं मे आउसं । तेण भगवया एवमक्खायं - इहमेगेसिं णो सण्णा भवति ।
હે આયુષ્યમાન જંબૂ ! મેં સાંભળ્યું છે તે શ્રમણ ભગવાન મહાવીરે આ પ્રમાણે કહ્યું છે કે આ જગતમાં કેટલાંકને (હું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું વગેરે) સંજ્ઞા હોતી નથી.
આ સૂત્રથી જંબુસ્વામીને ઉદ્દેશીને પંચમ ગણધર ભગવાન સુધર્માસ્વામી આચારાંગસૂત્રનો પ્રારંભ કરે છે. એટલે આચારાંગ સૂત્રના રચયિતા ભગવાન સુધર્માસ્વામી છે એ નિર્વિવાદપણે માન્ય છે.
આચારાંગ સૂત્રના ૨ શ્રુતસ્કંધ છે. તેમાં પ્રથમ શ્રુતસ્કંધનું નામ આચાર છે અને તે શ્રુતસ્કંધના નવ અધ્યયનો હોવાથી બ્રહ્મચર્ય એમ બીજા નામે પણ પ્રસિદ્ધ છે. આ પ્રથમ
ટિ૧, ‘મથ જિતપૂર્વતમ?, qતે યસ્માત્ તીર્થ: તીર્થપ્રવર્સનાન્નેિ નાંધરાઇri સર્વસૂત્રધારત્વેન पूर्व पूर्वगतसूत्रार्थ भाषते तस्मात् पूर्वाणीति भणितानि, गणधराः पुनः श्रुतरचनां विदधाना आचारादिक्रमेण रचयन्ति स्थापयन्ति च, मतान्तरेण तु पूर्वगतसूत्रार्थः पूर्वमर्हता भाषितो गणधरैरपि पूर्वगतश्रुतमेव पूर्वं रचितं पश्चादाचारादि । नन्वेवं यदाचारनियुक्त्यामभिहितं- "सव्वेसिं आयारो पढमो" [आचा०नि०८] इत्यादि तत् कथम् ?, उच्यते-तत्र स्थापनामाश्रित्य तथोक्तम, इह त्वक्षररचनां प्रतीत्य भणितं 'पूर्वं पूर्वाणि कृतानि' इति ।'-समवा०सू०वृ०१४७(४), पृ० २४९-५० ॥ २.'.....प्रथममङ्ग स्थापनामधिकृत्य, रचनापेक्षया तु द्वादशमङ्गं प्रथमम्, पूर्वगतस्य सर्वप्रवचनात् पूर्वं क्रियमाणत्वादिति' -समवा०सू०वृ०१३६-२, पृ०२११ ॥