________________
મુનિશ્રી કહે છે તેમ, “ધર્મપૂત સંસ્થાઓનો અંકુશ ભારતીય લોકશાહીને જ મળી શકશે.’'૧૬ તેઓ કહેતાં લોકશાહીમાં ૧. લોકોનો સામાજિક કાબૂ હોવો જોઈએ. ૨. લોકસેવકોનો નૈતિક કાબૂ હોવો જોઈએ. ૩. સંતોનો આધ્યાત્મિક કાબૂ હોવો જોઈએ.
એમનું કહેવું હતું કે “પક્ષરહિત લોકશાહી તથા ઓછામાં ઓછા કાનૂન અને દંડશક્તિ એ રાજ્ય માટે અહિંસક ક્રાંતિ તો જરૂરી નવો ઉપાય છે. તે જ રીતે ગ્રામલક્ષી સર્વહિતચિંતક, નિઃસ્પૃહી અને સત્તાવાદી પક્ષોથી પર રહેલા શ્રેષ્ઠ પુરુષોની દોરવણી મુજબ જ ચાલતું જનતા સંગઠન એ પ્રજા માટે અહિંસક ક્રાંતિનો જરૂરી નવો ઉપાય છે. આવા જનતા સંગઠનનું મહત્વનું અંગ ગ્રામસંગઠન છે.૧૭
સમાપન :
સંતબાલજી વિશ્વવાત્સલ્યના આરાધક હતા. ધર્મમય સમાજરચનાના પ્રયોગકાર હતા. સર્વધર્મ ઉપાસનાના સાધક હતા, સામુદાયિક અહિંસાના પ્રયોગકર્તા, આધ્યાત્મિક ચિંતક, વિદ્વાન સાહિત્યકાર પ્રખર સાધનાશીલ હતા. તેઓ જાગ્રત યુગદૃષ્ટા અને સર્વાંગી વ્યાપક દૃષ્ટિવાળા અનુબંધકાર હતા.
જ્યાં વાત્સલ્ય છે ત્યાં સેવા સહજભાવે છે જ. ઉપરાંત, વાત્સલ્યમાં હિંસાના અભાવ સાથે વિશુદ્ધ પ્રેમનો સદ્ભાવ પણ આવી જાય છે.
આ
‘સકળ જગત્ની બની જનેતા, વત્સલતા સહુમાં રેડું' સંતબાલજીની કાવ્યપંક્તિ ગુજરાતી ભાષાનું ગૌરવ છે.
જ્ઞાનધારા
૧૦૨ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪