________________
વિશેષણ વાપર્યું હતું. કારણ વિશ્વભરમાં લોકશાહીઓએ પોતાની અર્થસભરતા અને હેતુલક્ષિતા લગભગ ગુમાવ્યા છે કેન્દ્રમાં લોકોને બદલે પદ, પૈસા અને પ્રતિષ્ઠા જોવા મળે છે.
આચારવિચારે ચુસ્ત જૈન સાધુ રહીને તેઓ ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં લોકકલ્યાણનાં કાર્યોમાં રસ લેતા હતા આવાં કાર્યો અંગે ઉપસ્થિત થતા પ્રશ્નો વિશે તેઓ જેમ બોલતા હતા, જેમ ચિંતન મનન કરતા હતા, તેમ તે વિશે લખતા પણ રહેતા હતા. વિશ્વ વાત્સલ્ય' નામનું પાક્ષિક એ માટેનું એક સબળ સાધન હતું. જાહેર પ્રશ્નો અને પ્રવૃત્તિઓ અંગે એમણે આ પત્ર દ્વારા પુષ્કળ લખ્યું હતું. એમના લખાણોમાં વૈવિધ્યનો પાર નહોતો, કારણ પ્રવૃત્તિ તથા તેમાંથી પ્રગટતા પ્રશ્નોનો પાર નહોતો. તેમનું કહેવું કે “હોદ્દાથી કે સ્વાર્થથી પર રહે એવો સંન્યાસી ધર્મગુરૂ જેટલો રાજકારણમાં ઊંડો ઉતરશે તેટલો વધુ કર્મકુશળ અને રાજકારણ પણ વધુ નિર્મળ બનશે.”
લોક શિક્ષણ વિના લોકશાહીનો આરો નથી. લોકમત વિના લોકશાહીનો આધાર નથી. આમ સંતબાલજીનું ચિંતન સ્પષ્ટ હતું. પ્રજા દોરે, રાજ્ય અનુસરે, એ લોકશાહીનો રાજમાર્ગ છે. પ્રજાની પહેલ અને રાજ્યનો સંકલ્પ-સામર્થ્ય-સંપન્ન પુરૂષાર્થ એ રવૈયો લોકશાહીને ખપે છે એ એનો મિજાજ છે. સંતબાલજીને સતત ચિંતા રહેતી કે જનશક્તિને રાજ્ય-સમાજના રોજબરોજના કાર્યોમાં શી રીતે પ્રગટ કરવી ? | મુનિશ્રીની માન્યતા હતી કે લોકશાહીનું આધારસ્થળ સત્યઅહિંસા હશે તો પક્ષીય સરકાર રહે, તો ય નિષ્પક્ષ લોકશાહી આ દેશમાં જરૂર ઊભી થશે. મુનિશ્રીની સત્ય-અહિંસાના નીતિતત્ત્વો પરની આસ્થા દઢ હતી તેથી જ તો તેમણે કહ્યું છે “
રાજ્ય કરતાં પ્રજા હંમેશાં ઊંચી છે, અને પ્રજા કરતાં યે નીતિ, ન્યાય અને સત્ય સર્વોપરિ છે.૧૩
જ્ઞાનધારા
૧૭૧
જેનસાહિત્ય જ્ઞાનસત્ર-1