________________
તથા વર્ષીતપ જેવી દીર્ઘ તપસ્યાઓ નારી કરીને જૈન સંસ્કૃતિને કાયમ રાખે છે.
વર્તમાન સમયમાં જૈન સંસ્કૃતિના ઉત્થાનમાં નારીના ત્યાગનાં ઘણાં ઉત્કૃષ્ટ ઉદાહરણો છે. પોતાના લાડકા વૈભવશાળી પુત્રોને વીરમાતા જૈન શાસનને ચરણે ધરી જૈન શાસનને જીવંત રાખે છે. આવા કેટલાય મહાપુરૂષો જૈન સંપ્રદાયોમાં થઈ ગયા છે. સ્થાનકવાસી જૈન સંતોમાં પૂજ્ય હસ્તીમલજી મહારાજની માતાએ પુત્રને ૧૦ વર્ષની ઉંમરે દીક્ષા માટે પ્રેરિત કર્યા અને માતા તથા પુત્રે એક સાથે દીક્ષા ગ્રહણ કરી, તેવી જ રીતે માતાએ પોતાની ત્રણેય પુત્રીઓ સાથે દીક્ષા ગ્રહણ કરેલ છે. ગોંડલ ગચ્છના ચમકતા સિતારાઓ માતાની પ્રેરણાથી જ દીક્ષા ગ્રહણ કરી જેને સંસ્કૃતિને ઉજવળ કરી રહ્યા છે. હાલ પૂજ્ય મપ્રમુનિ મહારાજ સાહેબ પુત્રને જૈન શાસનને સોંપી પોતે પણ દીક્ષિત થઈ ગયા છે. અહી પર બિરાજીત પૂજ્ય લલિતાબાઈ મા. સતી તથા પૂજ્ય તરૂબાઈ મા.સતી આદિ જૈન સંસ્કૃતિના ઊંડા અભ્યાસી છે અને જૈન સંસ્કૃતિના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.
વO
નારા
(૧૧૬)
જનસાહિત્ય જ્ઞાનસત્ર-૪