________________
સારપૂર્ણ ભાષામાં સંપૂર્ણ શ્રમણી શ્રેષ્ટાઓ મૂક કેવળી રહ્યા, ચરમ શરીરીના રૂપમાં રહ્યા. પરિવારને તિલાંજલી આપી, વિવાહના બંધનથી મુક્ત થઈ અરિષ્ટનેમિ તથા મહાવીરના સમયમાં અંત સમયે એક - દોઢ મહિનાનો સંથારો કરી સિદ્ધ-બુદ્ધ થયા.
તપ જેને સંસ્કૃતિનો મુખ્ય પાયો છે. તપક્ષેત્રમાં ભૂતકાળથી લઈ વર્તમાન સુધીમાં નારીનું મહત્તમ યોગદાન છે. કૃષ્ણરાજાની આઠ પટરાણી તથા શ્રેણીકરાજાની કાલી આદિ દશ રાણીઓએ જેમણે રાજવૈભવ ત્યાગી દિક્ષા ગ્રહણ કરી હતી. તપ કરી કાયાને કલીસ્ટ કરી અંત સમયે સંથારો ધારણ કરી મોક્ષપદની પ્રાપ્તિ કરી. ધભાની પત્ની શુભદ્રાના એક શબ્દ “નાથ કહેવું સહેલું છે પણ કરવું અઘરું છે.” કહી ધજાને જાગૃત કરી સંયમપદે અગ્રસર કર્યા સાથે શાલીભદ્રને પણ ત્વરીત દિક્ષા ગ્રહણ કરવામાં નિમિત્ત બન્યા. જે ધજા અણગારીની કઠોર તપસ્યાની ભગવાન મહાવીર સ્વામીએ પ્રશંસા કરી છે.
વર્તમાન સમયમાં નારીના યોગદાન વિશે વિચારતા હાલ સાધુ કરતા સાધ્વીની સંખ્યા વધુ છે. જેઓ પદયાત્રા દ્વારા જૈન ધર્મનો પ્રચાર-પ્રસાર કરી જૈન સંસ્કૃતિને આગળ વધારી રહ્યા છે. ૩૨મા આવશ્યક સૂત્ર સામાયિક-પ્રતિક્રમણ આરાધના કરવામાં સ્ત્રીનું પ્રમાણ વધુ છે. નારીઓનું પ્રતિદિન સામાયિક, પ્રતિક્રમણ, સ્વાધ્યાય, રાત્રીભોજન ત્યાગ, કંદમૂળ ત્યાગ, ચૌવિયાર જે જૈન સંસ્કૃતિની પરિચાયક છે તેનું નારી જગત ચુસ્તપણે પાલન કરી જેને સંસ્કૃતિને શાશ્વત રાખી રહ્યા છે. શાસ્ત્રના થોકડા કંઠસ્થ તથા સ્વાધ્યાય કરવામાં નારીની જ સંખ્યા વધુ છે. અહિંસક સાબુ, ટુથપેસ્ટ તથા હિંસક રેશમનો ત્યાગ નારીજ વધારે કરે છે. આજે વિશ્વભરમાં જે જૈનભોજન ઉપલબ્ધ થાય છે. તેનો શ્રેય નારી વર્ગને જ જાય છે. ઉપાશ્રય, દેરાસર, વ્યાખ્યાન વાંચણીમા બહેનોની જ સંખ્યા વધુ હોય છે, તપસ્યામાં અઠ્ઠમ, અઠાય, નવાય, ઓલ, ઉપવાસ, માસખમણ જ્ઞાનાધારા
૧૧૫ જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૪