________________
નારી જ સંસ્કૃતિના વિકાસ પ્રવાહને વેગવંતો બનાવે છે. જૈન સંસ્કૃતિના મૂળિયાંને દઢ કરી તે વૃક્ષનો વિકાસ દઢ કરવા કેટલી બધી પદ્મિની અને મયણા સુંદરીઓએ શીલવ્રતનાં અમૃત જળ સીંચ્યા છે. આવી નારીઓ જ સંસ્કૃતિની સાચી જ્યોતિર્ધર છે.
પ્રેમની અજોડ મૂર્તિ મા તે મા જ છે. જે કર ઝૂલાવે પારણું તે જગ પર શાસન કરે' આપણા શતશત પ્રણામ એ રત્નકુક્ષિણી માતાઓને કે જેમણે તીર્થકરો અને મહામાનવોને જન્મ આપ્યો છે. જૈન સંસ્કૃતિનો ઇતિહાસ આવી સંસ્કારદાત્રી માતાઓથી વિભૂષિત છે. ગર્ભમાંથી જ કષ્ટ સહન કરી સંસ્કાર-બીજનું વાવેતર કરનાર કેટલીક વીર જનેતાનાં નામ લેવાનું કેમ ચુકાય ?
શુષ્પોસિ, યુથ્થો સિ - ના હાલરડાં ગાઈ બાળપુત્રોમાં સાત્ત્વિક ભાવના ભરનાર માતા મદાલસાનો વિરક્તભાવ ઉચ્ચ કોટિનો હતો. અરણિકની મોહનિદ્રા ઉડાડી સંયમના સ્થાન પર પુનઃસ્થાપિત કરનાર કરુણાશીલ ભદ્રામાતાનો હૃદયદ્રાવક પોકાર જાણે કે હજુયે કર્ણપટે અથડાય છે.
આપણા આગમો તો દીપ છે. અને દર્પણ પણ છે. સોનાની થાળીમાં લોઢાની મેખ જેવાં, પરદેશી રાજાની પત્ની સુરિક્તા, મહાશતકની કામુક પત્ની રેવતી કે નાગિલા બ્રાહ્મણીના દષ્ટાંતો પણ આગમ પાને નોંધાયો છે. જે “હડાણ હમ્માણ ન મોકળ ચર્થીિ'નો કર્મ સિદ્ધાંત સુપેરે સમજાવી જાય છે.
જૈન કુળની નારી ધારે તો શું ન કરી શકે ? જયણાએ ધર્મ પાળી, શક્ય એટલી છકાય જીવની દયા પાળે. ગર્ભમાંથી બાળકને ધાર્મિક સંસ્કાર આપવા પોતાની વિલાસી રહેણીકરણી પર સંયમની બ્રેક મારે. બાળકને આંગળીએ વળગાડી સંત-સતીજીના દર્શને લઈ જાય. મોટું થતાં અન્ય કોચિંગ ક્લાસ જેટલું જ મહત્ત્વ પાઠશાળાને આપી ત્યાં લેવા મૂકવા જાય. રસોઈનું “મેનું એવું ગોઠવે કે પર્વતિથિએ ઘરના બાળકોને કે પતિદેવને લીલાં શાકભાજી યાદ ન આવે. જ્ઞાનધારા
૧૦% જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૪