SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાવલી, કનકાવલી જેવા તપ આદરી નિર્વાણ પામનાર યાદ આવી જાય. વળી પદ્મોત્તર રાજા દ્વારા (ઘાતકીખંડમાં) અપહરણ કરાયેલી દ્રૌપદી જેણે છઠ્ઠને પારણે છઠ્ઠનો નિર્ધાર કરી રાજાની વિષયવાસનાના ઘોડાપૂરને રોક્યાં - એ સતીને નમસ્કાર. વળી છ માસના ઉપવાસ કરી માંસાહારી અકબરનું હૃદય પરિવર્તન કરાવનાર ચંપાશ્રાવિકાનું નામ-સ્મરણ કરી લઈએ. અરે, વર્તમાને પણ અનશન વ્રતની આરાધનામાં નારીઓ જ મોખરે છે. વળી મળેલું ધન દુનિયા દેખે એમ રાખો કહી દેલવાડાંના બેનમૂન દેરાં બનાવવાની પ્રેરણા તેજપાલ પત્ની અનુપમાદેવીએ જ આપી હતી. પતિ ભવદેવને સાધુત્વના પતનથી ઉગારનાર, મુનિ જીવનમાં સ્થિર કરનાર મહાન નારી નાગિલાને ધન્ય છે. સતી રાજેમતીના તીર સમાન તીક્ષ્ણ, ધિક્કારયુક્ત વચનોથી, રહનેમિનું સંયમમાં સ્થિર થવું એ વિશ્વસાહિત્યની શ્રેષ્ઠ ઘટનામાં ઉચ્ચ સ્થાન ધરાવે છે. બે પુત્રો ચંદ્રયશ અને નમિરાજર્ષિના સમરાંગણને સંયમના આંગણમાં ફેરવનાર સાધ્વી માતા મયણરેહા અને પિતા દઘિવાહન અને પુત્ર કરકંડુ એટલે કે પોતાના સંસારી પતિ અને પુત્રના યુદ્ધ દ્વારા થનારો રક્તપાત રોકનાર સાધ્વી સતી પદ્માવતીને લાખો સલામ ! શિસ્તપાલન અને લીડરશીપમાં પણ નારી એટલી જ કાબેલ છે, ૩૬ હજાર સાધ્વીઓની પ્રવર્તિની ચંદનબાળા ! કેવી હશે એ નાયિકાની શિસ્ત કે જે સંસારી માસી, સાધ્વી મૃગાવતીને સાંજે ઉપાશ્રયમાં મોડા ફરવા બદલ ઠપકો આપી શકે ? સાથે જ પાપના અનુબંધને તોડી પુણ્યના અનુબંધને જોડવાનો ટૂંકો રસ્તો એટલે સ્વનિંદા, દુષ્કૃત ગોં મિચ્છામિ દુક્કડંનું રટણ મૃગાવતી અને ચંદનબાળાએ ખામેમિની સાધના દ્વારા કેવળજ્ઞાનની જ્યોતિ પ્રગટાવી. જ્ઞાનધારા - - ૧૦૫ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪
SR No.032452
Book TitleGyandhara 04
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2009
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy