________________
અમેરિકામાં છેલ્લાં ૨૫ વર્ષથી ફેડરેશન ઓફ એસોસિયેશન ઇન નોર્થ અમેરિકા જૈના'ના નામથી ઓળખાય છે. તેની સ્થાપના થયેલ છે, જેનું ૧૩મું અધિવેશન જુદાં જુદાં શહેરોમાં યોજવામાં આવે છે. તાજેતરમાં જુલાઈ, ૨૦૦૫માં કેલિફોર્નિયામાં સેનોઝ ખાતે જૈન સેન્ટર ઑફ નોર્ધન કેલિફોર્નિયાએ હોસ્ટ કરેલ હતું. જેમાં ૩ થી ૪ હજાર જૈન ભાઈ-બહેનોની ઉપસ્થિતિમાં ભારતથી પ્રખર વક્તા શ્રી રાકેશભાઈ ઝવેરી, અન્ય વક્તા વિવિધ કાર્યક્રમોમાં ધાર્મિક-સાંસ્કૃતિક વગેરે યોજવામાં આવેલ. સેનહોઝમાં પાંચ વર્ષ પહેલાં ભવ્ય દેરાસર થયેલ છે. લોસ એન્જલિસમાં પણ દેરાસર છે. જૈનોની વસતી વધતા મોટું દેરાસર થયેલ છે. કેનેડા-ટોરેન્ટોમાં પણ દેરાસર છે, ત્યાં ધાર્મિક પ્રવૃત્તિ ચાલે છે. ત્યાં સંપ્રદાયોને ભૂલી સર્વ જૈન પર્યુષણ દરમિયાન સેનોઝમાં વિવિધ હોલમાં દેરાવાસી (ઓસવાલ), તેરાપંથી-સ્થાનકવાસી-દેરાવાસી-દિગંબર રાજચંદ્રના સત્સંગીઓ મારવાડી વગેરે તેમની પદ્ધતિ પ્રમાણે એક સાથે પ્રતિક્રમણ કરતા હોય છે. રાજચંદ્રજીના સત્સંગી મળતા હોય છે, તેથી ધાર્મિક તહેવારો એક જ દિવસે સાથે પ્રારંભ થાય છે. બધા સાથે મળીને પ્રવૃત્તિ કરે છે. ચૈત્ર માસની આસો માસની આયંબિલની ઓળી કરવાની વ્યવસ્થા હોય છે. યુવાનોને જૈન ધર્મનું જ્ઞાન મળે તે માટે અંગ્રેજીમાં જૈન પાઠશાળાઓ આફ્રિકા-કેનેડા-ઇંગ્લેન્ડ-અમેરિકા વગેરે અંગ્રેજીમાં ચાલે છે. ટ્રેઇન્ડ ધાર્મિક શિક્ષક બાળકોની ઉંમર પ્રમાણે જુદા જુદા ક્લાસ મહિનામાં બે રવિવાર ચાલે છે. અંગ્રેજીમાં પદ્ધતિસર સીલેબસ તૈયાર કરવામાં આવે છે, તેમાં આપણાં સાધુ-સાધ્વી-આચાર્યજીનો ફાળો મહત્ત્વનો છે.
આચાર્ય પૂ. સ્વ. સુશીલ મુનિજીએ અમેરિકામાં ન્યુ જર્સી પાસે ૧૦૮ એકર જમીન પર સિદ્ધાચલમની સ્થાપના કરી છે. સિદ્ધાચલમ એ . એસ. એ., કેનેડા અને યુરોપમાં વસેલા જૈનો માટે શ્રદ્ધાનું કેન્દ્ર બની ચૂકેલી જગ્યા છે. અસંખ્ય શ્વેત નાગરિકો સિદ્ધાચલમની મુલાકાત લઈને જૈન ધર્મના મહાન સિદ્ધાંતોને સમજમાં ઉતારે છે. સિદ્ધાચલમની વિશિષ્ટતા એ છે કે અત્રે જૈન સંપ્રદાયના તમામ ફિરકાઓ જેમ કે સ્થાનક, દેરાસર, દિગંબર, તેરાપંથ વગેરેનું સુભગ સંયોજન છે. સિદ્ધાચલમમાં ઉજવાતા જૈનોના ઉત્સવોમાં અગણિત શ્વેત ભાવિકો ઉમંગથી હાજરી આપે છે.
પૂ. આ. સુશીલ મુનિના સંપર્કમાં રહીને જૈન અગ્રણીઓના પ્રોત્સાહનથી જૈન” નામથી જાણીતી સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. જૈના જ્ઞાનધારા-૩ = ૮ જેન સાહિત્ય જ્ઞાનસત્ર-3)