________________
પણ સારી થાય છે. મોમ્બાસામાં -નૈરોબીમાં નવનાત તરફથી સુંદર લાઇબ્રેરી બનાવેલ છે, તેમાં દરેક પ્રકારના સેક્શન સાથે પુસ્તકો રાખવામાં આવેલ છે. સર્વ પ્રકારનાં મેગેઝિન, દરેક પ્રકારનાં પુસ્તકો ભારત તથા અન્ય દેશોમાંથી આવે છે.
જૈન આર્ટિસ્ટ ધંધાકીય નૈરોબી-મોમ્બાસામાં કલા-કારીગરીવાળા છે. તેઓ આપણે માની ન શકાય - કલ્પી ન શકાય તેવી રંગોળી, પિશ્ચર જેવા કે ચંદનબાલા - નવકારમંત્ર, ભગવાન મહાવીર, અષ્ટમંગલ વગેરે આબેહૂબ બનાવે છે. આ રંગોળી બનાવવા ૮ થી ૧૦ દિવસનો સમય લાગે છે. બધા સાથે ટીમ બનાવી તે બનાવે છે અને દરેક પ્રજાજન આ રંગોળી જોવા આવે છે. ન્યૂઝ પેપર - ટીવીમાં ખાસ વખાણ થાય છે. દરેક સંસ્થાનાં જૈન ભવન બનાવવામાં આવેલ છે, તેમાં ધાર્મિક-સામાજિક-આરોગ્યના કેમ્પો - જ્ઞાતિના સભ્યોના શુભ-અશુભ પ્રસંગોમાં વાપરવા માટે ઉપયોગી થાય છે. સ્થાનકવાસીનું જૈન ભવન આલીશાન બનાવવામાં આવેલ છે. ફંડફાળા માટે ચેરિટી શો - નવરાત્રિ - નાટકો થાય છે, અને લાખો શિલિંગનો ફાળો થાય છે. પ્રમુખસ્વામીના મંદિરના ઉદ્ઘાટનમાં જૈન ભવન વાપરવા આપેલ અને પ્રશંસા કરેલ. દર માસે આધ્યાત્મિક સંઘ-સ્વામીવાત્સલ્ય ભોજન થાય છે. આ સંઘજમણમાં લાખોપતિ સંપૂર્ણ વાડી સાફ કરવામાં પુણ્ય ગણે છે અને રાત્રે રસોઈની તૈયારી દરેક કુટુંબની બહેનો તથા ભાઈઓ બનાવી પ્રસાદ લે છે. આ ભોજનમાં દરેક જૈન આવે છે.
યુવક મંડળની પ્રવૃત્તિમાં ૧૨ થી ૨૪ કલાક નવકાર મહામંત્રના જાપનું આયોજન કરે છે અને આઠ દિવસ સારો આવકાર મળે છે. હવે ભક્તામર - ઉવસગ્ગહરના જાપ પણ કરવામાં આવે છે. શ્રી રામચંદ્રજીનું ગ્રુપ પણ બહુ જ પ્રવૃત્તિશીલ છે. તેઓ સત્સંગ શિબિર-પ્રદર્શન બહુ જ નિયમિત કરે છે. દિગંબર જૈન ધર્મ(સોનગઢ)નું મોટું દેરાસર છે. કાનજી સ્વામીના હસ્તે ઉદ્ઘાટન થયેલ મૂર્તિઓ ભારતથી બનાવી મોકલાવેલ. (Air India એ Free Service આપેલ) દર વર્ષે છેલ્લાં ૭ વર્ષથી પંડિતજીને પ્રવચન માટે બોલાવવામાં આવેલ છે. યુવાન-યુવતીઓ માટે ચંદના વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી છે. તેમાં વિરાયતનમાં ૪00 બાળકો જૈન ધર્મસૂત્ર-અંગ્રેજીમાં-સંસ્કૃતમાં આ વિદ્યાપીઠમાં જ્ઞાન મેળવે છે. દર મંગળવારે રાત્રિના ૧૮ વર્ષથી ઉપરનાં ભાઈ-બહેનોના ક્લાસ ચલાવવામાં અને ૨૫૦ ધર્મપ્રેમીઓ જૈન ધર્મ, તત્ત્વ, સૂત્ર વગેરે અને ધાર્મિક કાર્યક્રમો ઉજવવામાં આવે છે. ૪૦ ઑનરરી શિક્ષકોની ટીમ કામ કરે છે. વોલન્ટરી સેવા આપે (જ્ઞાનધારા-3 રિસર્ચ ૯૪ ફ# જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)