________________
દર્શન અને ચારિત્ર ઉપર. પાંચથી પચાસ વર્ષની ઉંમરના કલાકારોએ પોતાની આગવી રજૂઆતથી દ્રવ્ય, નવતત્ત્વો, ગુણસ્થાનક, ભાવનાઓ ઈત્યાદિને જીવંત બનાવ્યા હતા, એટલું જ નહિ દરેક દશ્ય આગળ એક વ્યક્તિ એને વિસ્તારપૂર્વક એને સમજાવતા હતા. વડીલોનો પોતાના બાળકો માટે કેવો શુભ પ્રયાસ. પાંચ દિવસની કોન્ફરન્સમાં સૌથી વધુ કોઈએ પ્રભાવિત કર્યા હોય તો તે હતા પાઠશાળાના ૭૦૦ વિદ્યાર્થીઓ. નૈરોબીમાં જૈનોની ખૂબ મોટી વસ્તી છે, તેથી પાઠશાળા પણ ધમધમે છે. બાળ સુલભ કંટાળો પાઠશાળા જવાનો એ અહીં પણ છે. પણ માવિત્રો ખૂબ જ જાગ્રત છે, તેથી બાળકોની સાથે માતાપિતા અને ખાસ કરીને માતાઓ પણ પાઠશાળામાં પહેલાં ભણવા અને ભણાવવા જાય છે. Of course ભાષા અંગ્રેજી હોય છે અને બધાં સૂત્રોને વિસ્તારથી અંગ્રેજી ભાષામાં તેમ જ પડદા ઉપર દેશ્ય અને શ્રાવ્યના માધ્યમથી વધુ રોચક બનાવવામાં આવે છે.
ત્રણ જૈન મંદિર તેમ જ ગૃહમંદિરો પણ છે. જેમાં સવાર - સાંજ પૂજન, અર્ચન, આરતી વગેરે થાય છે. પર્યુષણ, મહાવીર જયંતી આદિ પર્વોની ઉજવણી પણ ખૂબ ઉમંગપૂર્વક થાય છે. મને વિચાર આવ્યો કે ભારતના જૈનોમાં અને ખાસ કરીને યુવાનોમાં આ ઉત્સાહ ખરો ! ના. કારણ? કારણ અમસ્તુ મળી ગયું છે. જે પરાપૂર્વથી ચાલ્યું આવે તેનો કોઈ થનગનાટ ન હોય, ઝાઝો વિકાસ ને વિસ્તાર ન હોય. કેન્યામાં પરિભ્રમણ કરતાં અનેક જૈન ધર્મસ્થાનકોની મુલાકાત લીધી. જેમાં નકરૂની દાદાવાડી મુખ્ય છે. વિશાળ પ્રાંગણમાં ભવ્ય જિનમંદિર, પૂજાનાં ફૂલો માટે વિવિધ ફૂલોથી મઘમઘતી ફૂલવાડી, નાહવાની વ્યવસ્થા, કેસર-ચંદનની સુવિધા. પહેલા માળ ઉપર ચડીને નગરદર્શન કર્યું. મન અત્યંત પુલકિત થઈ ગયું અને ભારતમાં જ હોવાનો ભાસ થયો. ભગવાન મહાવીરનું જયવંતુ શાસન ૨૬૦૦૦ વર્ષ ચાલશે જ.
આજકાલ પર્યુષણ પર્વ માટે જૈન વિદ્વાનોને ભારતમાંથી આમંત્રિત કરવાનો ટ્રેન્ડ બહુ જ પ્રચલિત છે. આવા વિદ્વાનો ૩ થી ૪ પ્રકારના હોય છે. એક પ્રકાર છે ત્યાં જઈને વિધિ-વિધાન, સ્નાનાદિ ભક્તિ ભાવના કરાવવાવાળાઓનો ત્યાં ઉજવાતા વિવિધ મોટાં પૂજનોના પણ તેઓ નિષ્ણાત હોય છે. બીજો સમાજ છે જે ફક્ત વિદ્વાનોને આમંત્રીને ધર્મગ્રંથોની સમજણ સરળ ભાષામાં મેળવવાનો પ્રયત્ન કરે છે. થોડાં ઘણાં વિધિવિધાનો આવો વર્ગ પણ કરતો હોય છે. આચાર્ય મહાપ્રજ્ઞ દ્વારા પ્રેરિત (જ્ઞાનધારા-૩ ૯૧ 7 જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)