________________
કોઈનો દોષ નથી, અમે કર્મ બાંધ્યાં, માટે અમારો દોષ છે.”
(પાના નં. 321) “વાસ્તવિકતા તો એમ છે કે કરેલાં કર્મ ભગવ્યાં વિના નિવૃત્ત થાય નહિ, અને નહિ કરેલું એવું કંઈ કર્મફળ પ્રાપ્ત થાય નહિ. કોઈ કોઈ વખત અકસ્માત કોઈનું શુભ અથવા અશુભ વર અથવા શ્રાપથી થયેલું દેખવામાં આવે છે, તે કંઈ નહિ કરેલાં કર્મનું ફળ નથી. કોઈપણ પ્રકારે કરેલાં કર્મનું ફળ છે” “એકેન્દ્રિયનું એકાવતારીપણું અપેક્ષાઓ જાણવા યોગ્ય છે. એ જ વિનંતી.”
(પાના નં. 353) મોહનીય કર્મ અત્યંત વિકટ છે, તેનો નાશ થાય તો આત્મા સિદ્ધ થાય.
આત્મસ્વરૂપ પામવા માટે ધ્યાનની સ્થિતિ ખૂબ જ ઉપયોગી છે. પૂર્ણપુરુષનું ધ્યાન આત્માને બાહ્ય ઉપાધિથી મુક્ત કરવામાં નિમિત્ત રૂપ છે, એટલે ધર્મધ્યાનમાં વિશેષ પ્રવૃત્તિ થવાથી આત્માની સ્વસ્થિતિના દર્શન વૃત્તિ આગળ વધી શકાય છે. - “આર્તધ્યાન કરવા કરતાં ધર્મધ્યાનમાં વૃત્તિ લાવવી એ જ શ્રેયસ્કર છે, અને જેને માટે આર્તધ્યાન ધ્યાવવું પડતું હોય, ત્યાંથી કાં તો મન ઉઠાવી લેવું અથવા તો તે કૃત્ય કરી લેવું, એટલે તેથી વિરક્ત થવાશે.”
“જીવને સ્વચ્છેદ એ મહા મોટો દોષ છે. એ જેનો મટી ગયો છે, તેને માર્ગનો ક્રમ પામવો બહુ સુલભ છે.”
(પાના નં. 305) સત્સંગનો મહિમા અપરંપાર છે. સંસારના પત્રવ્યવહારમાં અવળે મા ભ્રમણ કરાવનારાં નિમિત્તો ઘણાં છે. તેમાંથી બચવા માટે અને આત્માના શ્રેયાર્થે સત્સંગ જેવો સહજ યોગ સાધવો જોઈએ.
“સત્સંગ એ મોટામાં મોટું સાધન છે.” “સપુરુષની શ્રદ્ધા વિના છૂટકો નથી.”
“આ બે વિષયનું શાસ્ત્ર ઇત્યાદિકથી તેમને કથન કથતા રહેશો. સત્સંગની વૃદ્ધિ કરશો.”
(પાના નં. 252) ભક્તિથી મોક્ષ થાય છે, તે વિશે શ્રીમદ્ જ વીરવાણીના શબ્દો જણાવે છે
ઇચ્છા અને દ્વેષ વગર, સર્વ ઠેકાણે સમદષ્ટિથી જોનારા એવા પુરુષો ભગવાનની ભક્તિથી મુક્ત થઈને ભાગવતી ગતિને પામ્યા અર્થાત્ નિર્વાણ પામ્યા.”
આપ જુઓ, એ વચનમાં કેટલો બધો પરમાર્થ તેમણે સમાવ્યો છે ? પ્રસંગોવશાત્ એ વાક્યનું સ્મરણ થવાથી લખ્યું. નિરંતર સાથે રહેવા દેવામાં ભગવાનને શું ખોટ જતી હશે ?”
(પાના નં. 282) (જ્ઞાનધારા-૩ ફ ર્સ ૮ ફક્સ જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)