________________
સિદ્ધાંતોનું આચરણ કરે છે. તેઓ જૈન સ્પિરિટ’, ‘અહિંસા ટાઇમ્સ' તથા ‘જૈના વેબ પોર્ટલ' સાથે સંકળાયેલા છે અને શુદ્ધ શાકાહારી છે. D ઉત્તર અમેરિકાની યુનિવર્સિટીઓમાં શૈક્ષણિક સ્તરે જૈન ફિલૉસૉફી એક
વિષય તરીકે શીખવી શકાય તે માટે તેઓ રસ દાખવી રહ્યા છે. માનવીય જીવનનાં મૂલ્યો વિકસાવવામાં તેમ જ આજના વિશ્વની સમસ્યાનું નિરાકરણ લાવવામાં જૈન સિદ્ધાંતો કેટલા પ્રસ્તુત છે, તે ડૉ. ક્રોફર્ડે આ અંગેના સેમિનારમાં જણાવ્યું.
D ડૉ. સુલેખ જૈન, હ્યુસ્ટન અને ડૉ. શુગન જૈન, દિલ્હી દ્વારા ઇન્ટરનેશનલ સમર સ્કૂલ ફૉર જૈન સ્ટડીઝ' શીર્ષક હેઠળ અમેરિકન યુનિ.માં જૈન એજ્યુકેશન દાખલ કરવા એક પ્રોગ્રામનું આયોજન થયું. જેમાં યુરોપ અને અમેરિકાની યુનિવર્સિટીમાંથી ૨૦ પ્રોફેસરો - વિદ્યાર્થીઓને ભારતમાં મોકલવામાં આવ્યા. જેઓ ભારતનાં જૈન કુટુંબોને, જૈન ધર્મક્રિયાઓને, જૈન સિદ્ધાંતોને નજીકથી સ્પર્શી શકે તેવા કાર્યક્રમનું આયોજન થયું.
તા. ૭ થી ૧૩ જુલાઈ, ૨૦૦૪ દરમિયાન સ્પેનના બાર્સેલોના ખાતે વર્લ્ડ રિલીજીયસ કોન્ફરન્સ યોજાઈ, જેમાં ‘જૈના’ તરફથી ૧૩ યુ.એસ.એ.ના, ૫ યુ. કે.ના અને ૧૨ ભારતનાં પ્રતિનિધિઓએ હાજરી આપી.
વર્લ્ડ કોમ્યુનિટી સર્વિસના ચેરમેન અને જૈનરત્ન ઍવોર્ડ પ્રાપ્ત કરનાર ડૉ. ધીરજ શાહ તેમની કર્મભૂમિ - જન્મભૂમિ બિદડા, કચ્છમાં જૈનાને બિદડા સર્વોદય ટ્રસ્ટ સાથે સાંકળીને દર વર્ષે મેડિકલ કેમ્પનું આયોજન કરે છે. આ ૨૦ દિવસ ચાલતા કેમ્પમાં ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને યુ. અસ.એ., યુ. કે. અને ભારતના નિષ્ણાત તબીબો તથા સ્વયંસેવકોની સેવા મળે છે.
D શ્રી ચિત્રભાનુજી દ્વારા સ્થાપિત જૈન ઇન્ટરનેશનલ મેડિટેશન સેન્ટર' દ્વારા ઘણી વિદેશી પ્રજા શાકાહાર તરફ વળી છે. શ્રીમતી પ્રમોદાબહેન ચિત્રભાનુ જીવદયા કમિટી દ્વારા પશુ-પક્ષીઓ પ્રત્યેના કરુણાભાવની હિમાયત કરે છે. અમેરિકામાં ગાય પ્રત્યેના અત્યાચારને લીધે દૂધ અને દૂધની બનાવટો, બેકરી પ્રોડક્ટ વગેરેનો ત્યાગ કરી શુદ્ધ શાકાહારની હિમાયત કરતી તેમ જ પશુ-પક્ષીને કઈ રીતે રક્ષણ આપી શકાય તેનું પ્રાયોગિક અને સૈદ્ધાંતિક જ્ઞાન આપતી ‘વિગન સોસાયટી' સાથે પણ સંકળાયેલ છે.
જ્ઞાનધારા - ૩
૮.
---
જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩