________________
છે. જે આત્માઓ પોતાના હૃદયકમળમાં પરમાત્માને શોધે છે, તેઓ જ આત્માના શુદ્ધ સ્વરૂપને પામી શકે છે. જે ધર્મ પામ્યા પછી મિથ્યાત્વ જાય. દેહ અને આત્મામાંથી “હું'પણું જાય એ ધર્મ. વીતરાગતા ગ્રહણ કરો તો દેહભાવ ઓગળે. મિથ્યાત્વની ગ્રંથિ પીગળે એ અધ્યાત્મની શરૂઆત છે. અધ્યાત્મ એટલે ભેદજ્ઞાનનો પ્રયોગ. દેહ, ઇન્દ્રિય, શુભાશુભ ભાવો આ બધાથી જુદો મારો આત્મા છે. તે જોનારો અને જાણનારો છે, આવું જુદાપણું વર્તાય, આટલી જાગૃતિ આવે તો મનુષ્યભવ સફળ થાય. આવી જાગૃતિ દ્વારા અંતરંગ પરિણતિ નિર્મળ થાય. આ જાગૃતિ એ મોક્ષમાર્ગ છે. પ્રત્યેક પળે આપણી સાધના વીતરાગતા, વીતરાગ ભાવ માટે હોવી જોઈએ. એમાં આત્મા જેટલો સ્થિર બને, નિર્લેપ બને એટલું પરમાત્મપદ પ્રાપ્ત કરવું સહેલું થાય જેનો અંદર આત્મા જેટલું સ્વૈર્ય ભાવ કેળવે કે આખા જગતનું શીર્ષાસન થાય તો પણ એમાં એ દ્રવ્ય ભાવ કેળવી રાખે, ત્યારે પૂ. આનંદઘનજી કહે છે -
“આત્માને ઓળખવો હોય તો અન્વય અને વ્યતિરેકથી આત્માને ઓળખી શકાય છે. આત્મા દેહથી તદ્દન ભિન્ન છે. બેઉના ગુણધર્મ ભિન્ન છે. જ્ઞાન અને આનંદ આત્માની મૌલિકતા છે, જે આત્મા છોડીને બીજે ક્યાંય નહિ મળે. જે દેહનો ધર્મ નથી આ શ્રદ્ધા જો દઢ બને તો અનાદિકાળથી જે વિનાશી પદાર્થો પ્રત્યેની પ્રાપ્તિ માટે દોટ મૂકી છે તેનો અંત આવે. આ શ્રદ્ધાના અભાવે જીવ પરમાંથી સુખ શોધે છે અજ્ઞાન જેવું બીજું કોઈ પાપ નથી. જ્યાં અજ્ઞાન હોય ત્યાં મિથ્યાત્વનો ઉદય હોય, તૃષ્ણા હોય મિથ્યાત્વની બુદ્ધિ ભ્રમિત થતા જ્ઞાનને ખંડિત કર્યું, જેનાથી આખું જ્ઞાન તત્ત્વ ખંડિત થયું.
આવી રીતે જ્ઞાનમાર્ગના સાધક અને આત્મભાવમાં રમણ કરનારા પૂ. આનંદઘનજીઓ સાધનાના ક્ષેત્રમાં જે અનુભવ્યું તે પોતાનાં પદો અને સ્તવનોમાં વ્યક્ત કર્યું છે. એમણે પોતાની અપ્રમત્ત અને ઉત્કટ સાધના દ્વારા પૌદ્ગલિક વૃત્તિઓથી સાચા અર્થમાં મુખ મોડીને આત્મભાવ સાથે ખરેખરી પ્રીતિ જોડી હતી. પોતાના પદોમાં આત્માને જગાડે અને સાધનાનો સાચો રાહ બતાવે એવા કેટલાયે ભાવો સહજ રીતે સમાવી દીધા છે. આવી વાણી એ માત્ર વાક્યોનો સંગ્રહ કે શબ્દોનાં જોડકણાં નથી, પણ પૂ. આનંદઘનજીના જીવન અને સાધનાની એકરૂપતાએ પ્રગટાયેલું, જીવનને અમરતા આપતું સંજીવની ૨સાયણ છે. જે આત્મસાધક યોગીને પોતાના સાધનાને બળે આવા અમૃતત્વ પ્રાપ્તિની પ્રતીતિ થઈ હોય એના અંતરમાંથી જ આ પદ નીકળે,
अब हम अमर भये, न मरेंगे। (જ્ઞાનધારા -૩
/ ૫૯ ન્ન જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)