________________
“ચાતક પિ પિઉ રટે રે, પિ મિલાવે ન આન, જીવ જીવન પીઉ પીઉં કરે પ્યારે, જી ની આન એ આન.”
(પદ-૩૩) મારો જીવ જીવન સમાન પ્રિયતમને “પીઉ પીઉ' કરી પોકારે છે. હે અનુભવ મિત્ર ! તું મને મારા પ્રિયતમ પાસે લઈ જા.
સુમતિના ઉદ્ગારમાં “પ્રીતમ કબ હી મલેંગે'ની તીવ્ર ધૂન અનુભવાય છે.
શુદ્ધ ચેતના (આધુનિક માનસશાસ્ત્રની પરિભાષામાં Super Ego) આત્માને સ્વ-સ્વભાવ સાથે, શુદ્ધ ચૈતન્ય સાથે જોડવા ઇચ્છે છે, ત્યારે કુમતિ આ પરિસ્થિતિમાં વિદન કરી આત્માને સંસારમાં રખડાવવા ઈચ્છે છે.
સુમતિ - બરાબર જાણે છે કે, શુદ્ધ ચૈતન્ય સાથેનું અનુસંધાન અનુભવ દ્વારા જ શક્ય છે. જીવ અનાદિકાળથી અજ્ઞાનમાં ડૂબેલો છે. તેને શાસ્ત્રજ્ઞાન દીપકની જેમ સહાયક બની શકે, પરંતુ તેની ઊંઘ તો અનુભવજ્ઞાનથી જ દૂર થઈ શકે.
આ અનુભવ જ્ઞાન એટલે શું? એ આપણે વ્યાવહારિક ઉદાહરણથી સમજીએ. તરવા વિશેનું ઘણું જ્ઞાન ધરાવવા છતાં વાસ્તવિક તરવાની practise ન ધરાવતી વ્યક્તિ સફળતાપૂર્વક કરી શકતી નથી. એમ અનેક પ્રકારનાં શાસ્ત્રોનું જ્ઞાન ધરાવનારી વ્યક્તિ પણ “અનુભવજ્ઞાન વિના તરી શકતી નથી. જે વસ્તુ આત્મતત્ત્વ વિચારતા, ધ્યાન કરતા મન વિશ્રામ પામે, રસ, આસ્વાદ અને સુખ ઊપજે એનું નામ અનુભવ. આનંદઘનજી એક પદમાં આત્મ-અનુભવનો ઉપાય દર્શાવતા કહે છે -
પદ - ૬ (સાખી) આતમ અનુભવ રસિક કો, અજબ સુન્યો વિરાંત નિર્વેદી વેદન કરે, વેદન કરે અનંત.
રાગ રામગી માહરો બાલુડો સંન્યાસી, દેહ દેવલ મઠવાસી; ઈડા પિંગલા મારગ તજી, જોગી, સુષમના ઘરવાસી; બ્રહ્મરંધ્ર મઘી આસન પૂરી બાબુ, અનહદ તાન બજાસી. માહરો. ૧ યમ નિયમ આસન જયકારી, પ્રાણાયામ અભ્યાસી; પ્રત્યાહાર ધારણા ધારી, ધ્યાન સમાધિ સમાસી. માહરો. ૨ (જ્ઞાનધારા-૩
૫૪ - જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)