________________
એની મર્મસ્પર્શિતા કંઈક ઓર છે. એમાં પ્રગટતી સાધકની મસ્તીભરી ખુમારી જોઈએ - 'अब हम अमर भये न मरेंगे, या कारण निथ्यात दीयो तजं, क्युं कर देह धरेंगे ?... १ राग दोस जग बंध करत है, ईनको नास करेंगे, मर्यो अनंत कालतें प्राणी, सी हम काल रहेंगे... २ देह विनाशी हुं अविनाशी, अपनी गति पकरेंगे, नासी जासी हम थीरवासी, चोखें हैं निखरेंगे... ३ मर्यो अनंत बार बिन समज्यो, अब सुख दुःख विसरेंगे 'आनंदघन' निपट निकट अक्षर दो, नहि समरे सो मरेंगे... ४१२८
મધ્યકાલીન સાહિત્યમાં આનંદઘનજીનાં પદોની વિશેષતા જોઈએ. તેઓ છટાદાર રીતે વિષયવસ્તુનો પ્રારંભ કરે છે. પ્રથમ પંક્તિના પ્રારંભના શબ્દો જ ભાવકના ચિત્ત પર આત્માનંદની અનુભવલાલીનું વાતાવરણ સર્જે છે, પરંતુ આ પદનો પ્રવાહ જેમ જેમ આગળ વહે છે, તેમ તેમ પદમાં ગૂંથાયેલું રહસ્ય પ્રગટ થાય છે. ઘણી વાર પદની છેલ્લી પંક્તિઓ એવું રહસ્ય ખોલી આપે છે કે જેનાથી પદ પર જુદો જ અનુભવપ્રકાશ પથરાઈ જાય છે. પરિણામે આનંદઘનજીનાં પદો એના મધુર રાગોને કારણે કંઠમાં રમી રહે તેવાં તો છે જ, પરંતુ એથીય વધુ પદની અંતિમ પંક્તિઓની ચમત્કૃતિને કારણે ભાવક કે સાધક પુનઃ પુનઃ એનું આસ્વાદન કરવા પ્રેરાય છે. સંગીતશાસ્ત્રને અનુરૂપ એવાં આ પદોમાં ભાગ્યે જ યતિભંગ જોવા મળે છે. અત્યંત સરળતાથી એ ગાઈ શકાય છે. મનોહર રાગ-રાગિણી ધરાવતાં આ પદોમાં રાગ અને તાલનો ઉલ્લેખ કરે છે.
પદોમાં કવિ ક્યારેક આલંકારિક રૂપકશૈલી પ્રયોજે છે, તો ક્યારેક ચાતક, મૃગ, સાપણ, હારિલ પક્ષી, ખંજન, ગજરાજ, ગર્દભ જેવાં પક્ષી - પ્રાણીઓની ખાસિયતોનાં દૃષ્ટાંતો દ્વારા કે પછી સૂર્ય, વસંત જેવાં પ્રાકૃતિક તત્ત્વોની વાત દ્વારા કે ચોપાટ અથવા ગંજીફાની રમતના ઉદાહરણ દ્વારા પોતાની વાતને સહજતાથી પ્રગટ કરે છે. આ પદોની સાખીઓ એટલી જ માર્મિક છે. આત્મસાક્ષાત્કારનો મહિમા એ જ સાધકને માટે સર્વસ્વ હોય છે. જેમ કે ૭૦મા પદની સાખીમાં ધર્મઔદાર્ય અને વિશાળ દૃષ્ટિ બંને જોવા મળે છે. કવિ કહે છે -
જ્ઞાનધારા - ૩
જ
All I
.
સાહિત્ય જ્ઞાનસત્ર-૩
1