________________
પારકી આશા એ મોટું દુઃખ છે અને નિઃસ્પૃહીપણું એ મોટું સુખ છે' એમ કવિ કહે છે - 'आशा ओरन की क्या कीजे ? ग्यान सधारस पीजे. भटके द्वार द्वार लोकनके, कूकर आशाधारी, आतम अनुभव रस के रसीया, उतरे न कबहू खुमारी. १२२ પારકાની આશા કરવાને બદલે જ્ઞાનામૃત રસનું પાન કરવું. આશાવશ શ્વાન લોકોને બારણે બારણે ભટકે છે, જ્યારે આત્માનુભવના રસમાં રત જીવોનો કેફ કદી ઊતરતો જ નથી. હકીકતમાં પ્રચલિત કિંવદંતી સાથે આ પદ સંબંધ ધરાવતું નથી. અહીં ભૌતિક સુખ કરતાં બ્રહ્માનંદના અક્ષયરસના આચમનનું આલેખન કર્યું છે. આનંદઘનની આત્મમસ્તી તો જુઓ -
'मनसा प्याला प्रेम मसाला, ब्रह्म अग्नि परजाली,
तन भाठी अक्टाई पीए कस, जागे अनुभव लाली. ३१२३
શરીરરૂપી ભઠ્ઠીમાં શુદ્ધસ્વરૂપ અગ્નિ પ્રજવલિત કરીને અનુભવરસમાં પ્રેમરૂપ મસાલો નાખી તેને મનરૂપ પ્યાલામાં ઉકાળીને તેનું સત્ત્વ પીએ છે ત્યારે અનુભવની લાલી પ્રગટ થાય છે.
આવી અનુભવલાલી પ્રગટ થાય ત્યારે આત્મરમણમાં પરાકાષ્ઠા પામતો આનંદ છલકાઈ ઊઠે છે. ચોતરફ આનંદની રેલમછેલનો અનુભવ થાય છે. કર્મમળથી રહિત થયેલી સિદ્ધ આત્મદશા એ આ આનંદની પરાકાષ્ઠા છે. “આનંદઘન” ઉપનામ જ એમના જીવનનું સાધ્ય દર્શાવે છે. એવું સાધ્ય સાંપડે ત્યારે કેવો અનુભવ થાય? કવિ કહે છે -
'मेरे प्रान आनंदघन, तान आनंदघन, मात आनंदघन, तात आनंदघन, નતિ મનંદન, ગતિ આનંદધન. રે... ? राज आनंदघन, काज आनंदघन, . સીન સાનંધન, નાન માનંદન. ખેરે... ૨ आभ आनंदघन, गाभ आनंदघन,
नाम आनंदघन, लाभ आनंदघन. मेरे... ३२४ આનંદઘન સ્તવનોમાં પ્રારંભે જૈન તીર્થકરોનો નામોલ્લેખ કરે છે, પરંતુ એ પછીનું એમનું નિરૂપણ અધ્યાત્મ-અનુભવની પ્રક્રિયાનો આલેખ (જ્ઞાનધારા-૩
૪૪ E શ્ન જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)