________________
યોગી આનંદઘને જૈન સાહિત્યમાં પ્રયોજાતા હરિયાળી સ્વરૂપનો પદમાં પ્રયોગ કર્યો છે. આ હરિયાળીમાં દેખીતી દષ્ટિએ વિરદ્ધ લાગતી વાતનો મેળ મેળવવામાં આવ્યો હોય છે. અન્યોક્તિ કે વ્યાજસ્તુતિથી આ હરિયાળી જુદા પ્રકારની હોય છે. અન્યોક્તિમાં કોઈને કહીને અન્યને સંભળાવવાનું હોય છે. વ્યાજસ્તુતિમાં એવી રીતે વખાણ કરવામાં આવ્યા હોય છે કે જેમાં ટીકા કે નિંદા હોય. હરિયાળી આ બંનેથી ભિન્ન છે. આ પ્રકારનાં બે પદો આનંદઘન પાસેથી મળે છે.
કેટલાંક પદોનો પ્રારંભ “અવધૂ', “સાધો ભાઈ!”, “સુહાગણ', “ચેતન', પ્યારે પ્રાણજીવન !” જેવી સંબોધનશૈલીથી થાય છે. આશાવરી રાગમાં અવધૂને ઉદ્દેશીને લખાયેલાં સાત પદ મળે છે. આ પદોમાં કવિ આનંદઘનની આનંદમસ્તીનાં ભિન્ન ભિન્ન રૂ૫ દૃષ્ટિગોચર થાય છે. ક્યારેક અવધૂને ઉદ્દેશીને સ્યાદ્વાદની વાત કરે છે, તો ક્યારેક અવધૂને ઉદ્દેશીને એ સચ્ચિદાનંદ સ્વરૂપની ઓળખ આપે છે અને કહે છે કે - “અમારો કોઈ વર્ણ નથી, ઘાટ નથી, જાતિ નથી, પાતી નથી. હળવા કે ભારે નથી, ગરમ કે ઠંડા નથી, અમે કોઈના પિતા કે પુત્ર નથી, અમે નથી મન કે નથી શબ્દ. અમે ક્રિયા કરનાર પણ નથી કે ક્રિયારૂપ પણ નથી. અમે તો આનંદના સમૂહરૂપ ચૈતન્યમય મૂર્તિ છીએ. સત્-ચિત્ અને આનંદમય એવું અમારું ત્રિકાળ અબાધિત એવું સ્વરૂપ છે અને એવા અમને સ્થાપે છે તે પરમ મહારસ ચાખે છે. ૨૦
ક્યારેક અવધૂને ઉદ્દેશીને કવિ આનંદઘન વ્યાપક ધર્મની વાત કરે છે. તેઓ કહે છે કે - જગતના લોકો મુખેથી રામનામનું રટણ કર્યા કરે છે, પરંતુ એના અલક્ષ સ્વરૂપને ઓળખનાર કોઈ ભાગ્યશાળી જ હોય છે. જગતમાં તો ભિન્ન ભિન્ન મતવાળા પોતાના મતમાં મસ્ત છે. મઠધારીઓ મઠમાં અને પાટધારીઓ પાટમાં આસક્ત છે. જટાધારીઓ જટામાં અને છત્રધારીઓ છત્રમાં પડેલા છે. ચારેબાજુ બહિરાત્મભાવની બોલબાલા છે અને પરમાત્મભાવનું ધ્યાન ધરે તેવા વિરલા છે. પરમાત્મભાવની સાચી શોધ આકાશ કે દરિયામાં નહિ, પણ હૃદયકમળમાં કરવી જોઈએ અને એમ કરનાર આનંદરસ પામે છે.”
“અવધૂ'ની સ્થિતિ દર્શાવતાં આનંદઘન કહે છે કે - “આનંદરાશિમાં પોતાની જ્યોતિને ખરેખર સમાવે તે અલખ કહેવાય. અવધૂને ઉદ્દેશીને કવિ આનંદઘને સુરદાસની યાદ આપે તેવી ભક્તની લઘુતા દાખવતું પદ આપ્યું છે. આમાં કવિ પોતાની ગુણહીનતા બતાવે છે અને પોતે શું માગે (જ્ઞાનધારા -
૩ ર ૪૨ - જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-3)