________________
અનાદિકાળથી અજ્ઞાનની જે નિદ્રા આવી હતી, તે આપોઆપ દૂર થઈ ગઈ અને હૃદયમંદિરમાં અનુભવજ્ઞાનનો પ્રકાશ થવાથી “સહજ સુજ્યોતિ સ્વરૂપ અનુભવજ્ઞાન પ્રગટ થયું છે.
કવિ સુહાગણને પોતાના હૃદયમાં જાગેલી અનુભવની પ્રીતની વાત કરે છે. આ અકથ કહાનીને વર્ણવતાં આનંદઘન કહે છે -
'सुहागण जागी अनुभव प्रीत. निन्द अनादि अग्यान की, मिट गई निज रीत. घट मंदिर दीपक कियो, सहज सुज्योति सरूप, आप पराई आप ही, ठानत वस्तु अनूप. कहां दीखावू औरकुं, कहां समजाउं भोर, तीर अचूक है प्रेम का, लागे सो रहे ठोर. नादविलुद्धो प्राणकुं, गिने न तृण मृग लोय,
आनंदघन प्रभु प्रेम की, अकथ कहानी कोय.'१४ એક અન્ય સ્થળે આનંદઘન કહે છે - 'तुम ज्ञान विभो फूली वसंत, मनमधुकर ही सुखसों वसंत.'१५
હું પ્રભુ ! તમારી જ્ઞાનરૂપ વસંતઋતુ પૂરબહારમાં ખીલી છે અને તેથી તેમાં મનરૂપ ભ્રમર સુખે વસે છે. વૈરાગ્યરૂપી દિવસ મોટો થતો જાય છે અને દુર્ગતિરૂપ રાત્રિ ઘટતાં જતાં ધીરે ધીરે નાની થતી જાય છે. સુરુચિની વેલ વૃદ્ધિ પામીને ફળવતી બની છે. વસંતઋતુમાં કોયલનો સૂર અતિમધુર હોય, તે રીતે ભાષા મનમધુર રૂપ ધારણ કરે છે અને સમગ્ર સૃષ્ટિ આનંદસ્વરૂપ બની છે.
આનંદઘનનાં પદોમાં આધ્યાત્મિક યાત્રાનું આલેખન છે અને તે વિરહ અને મિલનના ભાવરૂપે વ્યક્ત કર્યું છે. અધ્યાત્મના શિખરે પદ્માસન લગાવીને બેઠેલા આનંદઘને એમનાં પદોમાં યોગની પરિભાષાનો પ્રયોગ કર્યો છે. એમણે યોગસાધનાથી દેહને દેવળ બનાવવાની વાત કરી છે. યોગવિષયક પદોમાં એમણે યોગ દ્વારા આત્મભાવ અને સમાધિની પ્રાપ્તિનો માર્ગ ચીંધ્યો છે. જેની દષ્ટિએ યોગની વ્યાખ્યા છે - “યુતે રૂતિ યોr:' સાધ્ય સાથે ચેતનને જોડી દે તે યોગ. આચાર્ય હરિભદ્રસૂરિ અયોગને યોગોમાં ઉત્કૃષ્ટ મોક્ષ સાથે જોડી દેનાર સર્વસંન્યાસ તરીકે ઓળખાવે છે. યોગમાર્ગના આરાધકના રાગ-દ્વેષ મંદ થતા જાય છે અને જ્ઞાનધારા -૩ ૪૦ ર્ક્સ જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)