________________
છાંયડો લાગે, પરંતુ એ વાદળી થોડા સમયમાં ચાલી જતાં બળબળતા તાપમાં શેકાવાનું રહે છે. બકરીનું પેટ ફાડીને એનો શિકાર કરતા નાહર પશુની જેમ કાળ તારો ક્ષણવારમાં કોળિયો કરી જશે. પુગલ-ભાવમાં ડૂબેલા માનવીને આનંદઘન વારંવાર ચેતવે છે કે - “
પુત્ર વા વસ્થા વિસવાસ માનવજીવન તો “પાની તેરા નું બંતા, રેત હી છીપ નાથે' (પાણીના પરપોટા જેવું, થોડી વારમાં ફૂટી જનારું) છે. આવો માનવી હીરાને છોડી દઈ માયારૂપ કાંકરા પર મોહ પામે છે. એ હારિલ પક્ષી જેવો છે. આ હારિલ પક્ષી પાંજરામાં હોય ત્યારે નીમની લાકડીને પકડી રાખે છે, પછી પગ આડાઅવળા ચાલતા લાકડી નમી જાય છે અને પક્ષી ઊંધે માથે લટકી પડે છે ત્યારે ચીસાચીસ કરી મૂકે છે, પણ લાકડીને છોડતો નથી.
જો માનવી પુગલભાવથી પારાવાર હાનિ અનુભવતો હોવા છતાં એને છોડી શકે નહિ, તેની સ્થિતિ હારિલ પક્ષી જેવી છે. આત્મા કે ચૈતન્યને મળવા માટે અતિ આતુર સુમતિ (શુદ્ધ ચેતના)ની વિરહવેદના દ્વારા કવિ વિષય-કષાયયુક્ત પુગલભાવમાં ડૂબેલા માનવીનું ચિત્રણ આપે છે. પોતાનો પ્રિયતમ આતમરામ અશુદ્ધ ચેતના(કુમતિ)માં એવો ફૂખ્યો છે કે એ ચેતનને ભૂલીને જડ બની ગયો છે. સ્વભાવને ભૂલીને વિભાવમાં ડૂબી ગયો છે. આત્મસુખને બદલે દેહસુખમાં ગરકાવ થઈ ગયો છે. સુમતિની આ વિરહદશા કવિ આનંદઘન ક્યારેક સંવાદરૂપે આલેખે છે. સુમતિના વિરહને જુદી જુદી ભાવછટા સાથે પ્રગટ કરીને આનંદઘન અભિવ્યક્તિનું વૈવિધ્ય સાધે છે.
ગોડી રાગમાં લખાયેલા એક પદમાં કવિ કહે છે કે - “આ વિરહિણી પતિવિયોગ સહી શકતી નથી. વિરહને કારણે આખી રાત ઊંઘ વેરી બને છે. એ પતિ પર શુદ્ધ પ્રેમ રાખે છે. એણે સર્વત્ર સમર્પણ કર્યું છે, છતાં દીર્ઘ વિયોગથી એ અત્યંત પીડિત અને દુઃખી છે. સઘળી શુધબુધ ખોઈને જીવી રહી છે. આકાશના તારા જાણે અંધારી ઘનઘોર રાત્રે એને દાંત દેખાડીને એના વિરહની હાંસી ઉડાવતા હોય તેમ લાગે છે. આ આંસુની ધારાને કારણે “ભાદુ કાદુ૫ (ભાદરવો કાદવવાળો) બન્યો છે. અબળા સ્ત્રી પર આટલો જુલમ સારો નહિ. પતિ વગરના અન્ય સહુ સંબંધો એ તો રણમાં પોક મૂકવા જેવા વ્યર્થ લાગે છે. આશાવરી રાગમાં વિરહિણી કહે છે -
મીઠો લાગે કંતડો ને, ખાટો લાગે લોક,
કંત વિહુણી ગોઠડી તે, તે રણમાંહિ પોક.* (જ્ઞાનધારા -૩ - ૩૦ - જન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)