________________
વેદના અનુભવે છે. કુમતિની માયામાં લપેટાયેલા આત્માને એમાંથી મુક્ત થયા બાદ આત્મસ્વરૂપના પ્રત્યક્ષ અનુભવની અવિચળ કલા પ્રાપ્ત થાય છે. મહાયોગી આનંદઘન આ આંતરિક આધ્યાત્મિક પ્રક્રિયાનું વર્ણન કરીને અંતે એનાથી સાંપડતા અનુપમ આનંદનું ગાન કરે છે.
આનંદઘનનાં સ્તવનોમાં આધ્યાત્મિક આરોહણનો ક્રમિક આલેખ મળે છે, તો એમનાં પદોમાં આધ્યાત્મિક ઊર્ધ્વતાની ભિન્ન ભિન્ન ભાવસ્થિતિઓનું આલેખન પ્રાપ્ત થાય છે. આનંદઘન પાસેથી આધ્યાત્મિક, યોગલક્ષી અને વૈરાગ્યનાં પદો પ્રાપ્ત થાય છે, પરંતુ એના આલેખનમાં એમની આલંકારિક રૂપકશૈલી અને જુદાં જુદાં દૃષ્ટાંતો દ્વારા કથનની સચોટતા સાધવાની કળા પ્રગટ થાય છે. કુમતિના સંગમાં બેહોશ બનીને ડૂબેલો આત્મા કઈ રીતે ધીરે ધીરે ઊર્ધ્વરોહણ સાધી શકે, તેનો મનભર આલેખ આ પદોમાં છે. વિષયમાં આસક્ત જીવને વિષય ત્યજીને જાગવાનું ઉદ્ધોધન કરતાં તેઓ કહે છે -
સોવે ૩૪ ના વાયરે, अंजलि जल ज्युं आयु घटत है, पहोरियां घरिय घाउ रे.'' પદના પ્રારંભે વિષય-કષાયની ગાઢ નિદ્રામાં રહેલી વ્યક્તિને ક્યા સોવે ઊઠ જાગ બાઉ રે' કહીને જાણે જગાડવા માગતા હોય તેવો ભાવ પ્રગટ થાય છે. કવિ નરસિંહ મહેતાની “જાગને જાદવા'થી આરંભાતી પંક્તિનું સ્મરણ થાય છે. સતત ક્ષીણ થતા આયુષ્યને માટે કવિ કહે છે કે - “જેમ ખોબામાં રહેલું જળ આંગળીઓ વચ્ચેનાં છિદ્રોમાંથી નીકળીને સતત સરી જતું હોય છે, તેમ પ્રતિક્ષણ તારું આયુષ્ય ઘટતું જાય છે, તેથી આયુષ્યની પ્રત્યેક ક્ષણ તારે માટે અમૂલ્ય છે. પળનો પણ પ્રમાદ પોષાય તેમ નથી.” - કવિ સુંદર કલ્પના કરતાં કહે છે કે - “કાળનો પહેરેગીર સતત ઘડિયાળના ડંકા મારે છે અને તારો આયુષ્યકાળ પ્રતિક્ષણ ઘટી રહ્યો છે. ઇન્દ્ર, ચંદ્ર, ધરણેન્દ્ર અને મોટા મોટા મુનિઓ ચાલ્યા ગયા, તો પછી ચક્રવર્તી રાજા કયા હિસાબમાં ? આવા સમર્થને કાળવશ થવું પડ્યું, ત્યારે તું કોણ માત્ર ? માટે તત્કાળ જાગ્રત થા.”
આ જાગૃતિ તે બાહા જાગરણ નથી, પણ આત્મજાગૃતિ છે. આ જાગૃતિ એટલે ઘૂળમાંથી સૂક્ષ્મ તરફની ગતિ, અનિત્યમાંથી નિત્ય પ્રતિની સફર, ભંગુરમાંથી શાશ્વત તરફની યાત્રા. આને માટે વિષય-કષાયની વિભાવદશાની નિદ્રા તારે તજવી પડશે અને પ્રભુભક્તિરૂપી નૌકા દ્વારા (જ્ઞાનધારા- E= ૩૫ - જેન સાહિત્ય જ્ઞાનસત્ર-