________________
શ્રેષ્ઠ અને પરમ જિજ્ઞાસા છે.” કર્મના આશ્રવને જાણી કર્મોની નિર્જરા દ્વારા મોક્ષપ્રાપ્તિ એ જ એમના જીવનનું લક્ષ્ય રહ્યું છે.
અને પછી તો આત્મપ્રાપ્તિની આ ઝંખના કેવી ઉત્તરોત્તર પ્રબળ થતી જાય છે એ આ કેટલાક પત્રોદ્ગારમાં જોઈ શકાય છે.
કોઈપણ પ્રકારે આત્મદશા વગરનું, યથાયોગ્ય જીવનમુક્ત દશા વગરનું, યથાયોગ્ય નિગ્રંથ દશા વગરનું ક્ષણ એકનું જીવન પણ ભાવવું જીવને સુલભ લાગતું નથી.”
ને આમ દેહ છતાં દેહભાવ છૂટી જવાની આવી વિરલ અનુભૂતિની ચરમસીમાએ જ “છૂટે દેહાધ્યાસ તો નહિ કર્તા તું કર્મ જેવું જ્ઞાન - ફિલસૂફી સહજ બને, અને ત્યારે જ કોઈ અધિકારપૂર્વક કહી શકે કે - દેહ છતાં મનુષ્ય પૂર્ણ વિતરાગ થઈ શકે એવો અમારો નિશ્ચય અનુભવ છે.' એટલે જ એક સમય એવો આવે છે કે જ્યારે સાધના પણ છૂટી જાય છે - સાધના, સાધન, સાધક ને સાધ્ય - એ સર્વનો ભેદ મટી જાય છે અને પછી આત્મવીણાના, તારમાંથી નીકળતો “તુંહી તુંહી”નો અનહદ નાદ ક્યારે “અહમ્ અર્હમમાં પલટાઈ જાય છે, સમાધિસ્થ સ્ત્રી-પુરુષને એનું પણ ભાન રહેતું નથી અને ત્યારે દેહ અને સંસાર હોવા છતાં કશું રહેતું નથી. દ્વૈત-અદ્વૈતમાં પરિણમે છે.
શ્રીમન્ની આત્મપ્રાપ્તિને શબ્દોમાં વર્ણવવી ખુદ શ્રીમદ્ માટે પણ મુશ્કેલ છે, કારણ એ એક શબ્દાતીત - ઇન્દ્રિયાતીત અનુભવ છે અને સામાન્ય માનવી માટે તો આમાંનું ઘણું બધું સમજ બહારની વાત હોઈ શકે, તેમ છતાં આ જ્ઞાનસત્ર નિમિત્તે મને શ્રીમદ્જીના શબ્દ - દેહનો સત્સંગનો લાભ થયો એ માટે હું જ્ઞાનસત્રના આયોજકો અને આપ સૌની આભારી છું. જ્ઞાનીવચનોનો આસ્વાદ રોજ-બ-રોજના જીવનમાં નિરંતર પામવાનું સહજ નથી. આવા કોઈ અવસરે એ પ્રાપ્ત થાય જ્ઞાન-સત્સંગનો પ્રત્યક્ષ અને પરોક્ષ લાભ પામવાનો “અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ?'
(જ્ઞાનધારા-૩ -
૩૩ -
જેન સાહિત્ય જ્ઞાનસત્ર