________________
આત્મા વગરના દેહને તો નનામી જ કહેવાય છે. જયારે આત્મા સર્વે સરખા છે, તેના ગુણ અને સ્વભાવ માત્ર સરખા છે. જ્ઞાનીના વચનથી મિથ્યાત્વ ભાવ દૂર થઈ જાય છે. જેમ તાપ મળતા, દૂધમાંથી પાણી ઊડી જાય છે, તેમ સતુપુરુષોના તત્ત્વજ્ઞાનથી દેહ અને આત્માનો ભેદ પારખી શકાય છે. પાંચ ઇન્દ્રિય અને ૬રું મન ઉપર કાબૂ કરીને તેને જીવનારને જૈન કહેવાય. તેને જ આત્મજ્ઞાન લાધી શકે. આત્માને ઓળખવા માટે જાતિનો કે વેશનો ભેદ આવતો નથી.” કેટલી ઊંચ કક્ષાની કરુણા દૃષ્ટિ તેના પત્રોમાં પ્રગટ થાય છે, જે મૈત્રીમાં પરિણમીને આત્માની સમાધિ સુધી લઈ જાય છે. (૯) પત્ર ક્રમાંક :
બીજું કંઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધીને તેનાં ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્યો જા, પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.”
અહીંયાં કૃપાળુદેવે સંપૂર્ણ સમર્પણની વાત કરીને એક માર્ગ બતાવ્યો છે, જેમાં કોઈ જ્ઞાનીના અને ગુરુના સાંનિધ્યમાં આગળ વધીશું તો જરૂરથી મોક્ષ મળશે જ એવી તેમણે ગેરંટી આપી છે. પરંતુ અહીંયાં આપણે આપણી પાત્રતાની વાત કરવાની છે. સત્પુરુષ એટલે નિર્દોષ નર એટલે કે જ્ઞાની. પરંતુ સાથે તમારી પાત્રતા અને તમારામાં સમર્પણનો ભાવ નહિ આવે તો શક્યતા નહિ જેવી છે. આત્માનો અનુભવ એટલે કે જડ અને ચેતનના તફાવતનો અનુભવ નહિ કરો ત્યાં સુધી જ્ઞાનીનાં વચનો સમજાશે નહિ અને ઉત્કૃષ્ટ ભાવના ઉત્પન્ન થશે નહિ, જેમ ઘેટાના ટોળામાં સિંહનું બચ્ચું ફરતું હોય તો તે પોતાને ઘેટું જ સમજે, પરંતુ
જ્યારે બીજો સિંહ આવીને પાણીમાં તેનું પ્રતિબિંબ દેખાડી અને ત્રાડ પાડતા શીખવે ત્યારે સિંહના બચ્ચાને સમજાય છે કે પોતે સિંહ છે, તેમ સત્પુરુષને ઓળખીને તેનામાં સમર્પણતા કરીએ ત્યારે સમજાય છે કે મારો આત્મા પણ સત્પુરુષના આત્મા જેવો જ છે. અને તે સમજાયા પછી જ આત્માના ગુણો ખીલે છે.
-
-
-
-
જ્ઞાનધારા - ૩
TI II
H જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)
TET
1