________________
જણાવ્યું અને તે દરમિયાન પોતાના આત્માના મૂળ સ્વભાવ સ્વરૂપ ઉત્કૃષ્ટ નામ-કર્મ ઉપાર્જિત થાય, તો તે બાબતમાં બિલકુલ અહંકાર કે અભિમાનમાં ન રાચવું. જાણે કે એક પત્રમાં શ્રાવકના ૨૧ ગુણોનું તાદેશ દર્શન કૃપાળુદેવે કરાવ્યું.
આવે વખતે અચૂક તેમણે ૧૬૫ વર્ષની ઉંમરે લખેલા અમૂલ્ય તત્ત્વ વિચારની છેલ્લી કડી યાદ આવી જાય. અમૂલ્ય તત્ત્વ વિચાર આખું અહીંયા લઈ શકાય તેમ નથી, તે ઘણું જ ગહન છે.
“હૈ આત્મા તારો, આત્મ તારો, શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમર્દષ્ટિ ઘો આ વચનને હૃદયે લખો.” (૨) પત્ર ક્રમાંક ૩૩૯ :
“કોઈનો દોષ નથી. અમે કર્મ બાંધ્યાં, માટે અમારો દોષ છે.” ઓ હો હો ! આ અમથા એક વાક્યમાં કર્મગ્રંથ ભાગ ૧-૪ નો જાણે સંપૂર્ણ નિચોડ આવી જાય છે.
(૩) પત્ર ક્રમાંક ૬૩૯ :
“કંઈપણ બને તો જ્યાં આત્માર્થ ચર્ચિત થતો હોય ત્યાં જવા, આવવા, શ્રવણાદિનો પ્રસંગ કરવા યોગ્ય છે ગમે તો જૈન સિવાય બીજા દર્શનતી વ્યાખ્યા થતી હોય, તે પણ વિચારાર્થ શ્રવણ કરવા યોગ્ય છે.’
આ હા હા ! પ્રભુ મહાવીરનો અનેકાંતવાદ અને સમન્વયવાદનો સુંદર સમાગમ આ પત્રમાં કૃપાળુદેવે આલેખ્યો છે. કેવી સુંદર વાત ! ત્યાં જ જવું જ્યાં આત્માના ગુણોની ચર્ચા થતી હોય. આત્માની ચર્ચા થતી હોય. પરંતુ આજે દરેક જણ એમ કહે છે કે - ‘અહીંયાં ન જવાય, ત્યાં ન જવાય. કેટલી દીર્ઘદૃષ્ટિ કૃપાળુદેવની અને આત્મા પ્રત્યે તેમનો અનુરાગ સમજવા જેવો છે. હું કોઈ ગચ્છમાં નથી, પરંતુ આત્મામાં છું. આત્માનો અનુભવ, તેની પ્રતીતિ અને તેની શુદ્ધતાનાં જાણે સાક્ષાત્ દર્શન કરાવવાની ખેવના આ પત્રમાં તાદશ થાય છે.
(૪) પત્ર ક્રમાંક ૮૪૩ :
“શ્રીમત્ વીતરાગ ભગવંતોએ નિશ્ચિતાર્થ કરેલો એવો અચિંત્ય ચિંતામણિ સ્વરૂપ પરમ, હિતકારી, પરમ અદ્ભુત, સર્વ દુઃખનો નિઃસંશય આત્યંતિક ક્ષય કરનાર, પરમ અમૃત સ્વરૂપ એવો સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવંત વર્તો, ત્રિકાળ જયવંત વર્તો,’
જ્ઞાનધારા - ૩
HOW D
૨૧
▬▬
HARR
જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩