________________
અધોલોકમાં ભવનપતિદેવો, પરમાધામીદેવો તથા ૭ નરકનો સમાવેશ છે.
જ્યારે મર્યલોકમાં જ્યોતિષચક્ર, મેરુ પર્વત, જંબુદ્વીપ, આપણો આ દક્ષિણાર્ધ ભરતક્ષેત્ર વગેરે અસંખ્ય દ્વીપ-સમુદ્રો આવેલા છે.
જે રીતે વિશ્વ-વ્યવસ્થા ગોઠવાયેલી છે, તેની પ્રતિદિન અનુપ્રેક્ષા કરવી જોઈએ - તેનું કારણ દર્શાવતાં તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે કે -
“નત્- સ્વભાવ ૨ સંવે-વૈરાપથાર્થ ” (૭) જગતનો સ્વભાવ અને શરીરના સ્વભાવની વિચારણા કરવાથી સંવેગ અને વૈરાગ્ય વધે છે - જ્ઞાની પુરુષોનો આ દૃષ્ટિકોણ છે, જ્યારે આધુનિક વિજ્ઞાનની પૃષ્ઠભૂમિ જુદી પડે છે. વિજ્ઞાનને સાબિતી જોઈએ છે, - જ્યારે ધર્મ કે અધ્યાત્મના પાયામાં પ્રતીતિ છે. જ્યાં પ્રતીતિ છે - ત્યાં સાબિતી કે પૂફની જરૂર રહેતી નથી.
આજનું ભૌતિક વિજ્ઞાન માત્ર ત્રણ પદાર્થને સ્વીકારે છે : (૧) અવકાશ - Space (૨) સમય - Time (૩) પુદ્ગલ - Matter.
જ્યારે જૈન દૃષ્ટિકોણ - કહે છે કે – સમગ્ર ૧૪ રાજલોકમાં ધર્માસ્તિકાય - આ ચાર અજીવદ્રવ્ય અને જીવાસ્તિકાય - વ્યાપ્ત છે. “કાળ' સાથે ષટુ દ્રવ્યો ગણાવ્યાં છે.
ધર્માસ્તિકાય' એ જૈનદર્શનનો વિશિષ્ટ પારિભાષિક શબ્દ છે - જે ગતિમાં સહાયક દ્રવ્ય છે. જીવ અને પુગલની ગતિનું માધ્યમ છે. જેમ મસ્યાને પાણીમાં તરવા માટે જળ સહાયક છે, તેમ ગતિના સંચાલન માટે ધર્માસ્તિકાયે ઉપયોગી દ્રવ્ય છે, તેના વિના ગતિ અસંભવ છે.
અર્વાચીન વિજ્ઞાન અને “ઇથર' Ether નામથી ઓળખે છે, બ્રહ્માંડનાં અનેક રહસ્યોનો વિજ્ઞાને આજે આવિસ્કાર કર્યો છે, જે પ્રાચીન ગ્રંથોમાં પ્રતિપાદિત છે.
તેવી જ રીતે બૃહદ્ સંગ્રહણી સૂત્ર'માં “અષ્ટ કૃષ્ણરાજિ'ની વાત આવે છે. જેને આજના વૈજ્ઞાનિકો Black Holes - બ્લેક હોલ્સ અથવા તેને “શ્યામગી' તરીકે પણ ઓળખાય છે.
| (સમાપ્ત) (જ્ઞાનધારા -૩ - ૨૦૮ ર્ક્સ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)