________________
શક્યું છે. દારિક વર્ગણાના પરમાણુ એકમમાં રહેલા પરમાણુઓ ઘણા સ્થળ છે. આધુનિક વિજ્ઞાન જેને પ્રકાશ - Light કહે છે અને ધ્વનિ - Sound કહે છે, તે જૈનદર્શનના તેજસ વર્ગણા અને ભાષા વર્ગણામાં સ્થાન પામે છે.
આકાશ-કાળ સાતત્યક (Space-time continuum)ની જેમ ભૌતિકશાસ્ત્રીઓ હવે પુદ્ગલ અને મનને પણ Mattermind continuum થી જોડતા થયા છે અને ગેલમાને તો ક્લાર્ક અને લેપ્ટોનની ત્રણ પેઢીનું મોડેલ તૈયાર કર્યું છે, જે દ્વારા સમગ્ર બ્રહ્માંડની રચના દર્શાવી શકાય. આમ બ્રહ્માંડના મૂળમાં એક તત્ત્વ છે, એ ધારણાને વિજ્ઞાન ટેકો આપતું નથી. અહીં અનેકાંતવાદ અને પદ્રવ્યનું મહત્ત્વનું બીજ રહેલું છે.
ક્વોન્ટમ્ ફિઝિક્સ અને થિઅરી ઑફ રિલેટિવિટી દ્વારા વિશ્વનું ચિત્ર એ રીતે દોરી શકાય કે બધું જ અનેક સંયોજનો, બંધારણ અને સંબંધોના તાણાવાણાથી - પરસ્પરાવલંબી તંતુકાળથી કોઈક રૂપે દેખાય છે અને પાછું તરત બદલાઈ જાય છે. અહીં આપણને શ્રી જિનેશ્વર ભગવંતની ત્રિપદી પ્રત્યક્ષ થાય છે કે - उप्पनेइ वा धुवेइ वा विगमेइ वा ।
અસ્તુ.
જ્ઞાનધારા-૩]
જ્ઞાનધારા-૩
á ૨૦૬ PER
૨૦૬
જન સાહિત્ય જ્ઞાનસત્ર-1
| સાહિત્ય જ્ઞાનસત્ર-૩