________________
પૃથ્વીનું બંધારણ જેવું બહારથી દેખાય છે તેવું નથી. આપણે જે જોઈએ છીએ તે તો ભૂગર્ભમાં ધગધગતી પૃથ્વીનો ઠરી ગયેલો ઉપલો - પાતળો પોપડો અથવા ભૂ-પૃષ્ઠની સપાટી છે. પૃથ્વીની આ સપાટી ભૂમિવિસ્તાર (ખંડો અને ટાપુઓ) તથા જળવિસ્તાર (મહાસાગરો, સમુદ્રો અને સરોવરો)માં વહેંચાયેલ છે.
ભૂમિવિસ્તાર ૫૮,૪૬૯,૯૨૮ ચોરસ માઇલ અને જળવિસ્તાર ૧૩૯,૮૪૦,૮૪૧ ચોરસ માઇલમાં જીવસૃષ્ટિની સમગ્ર લીલા આ સપાટી પર પ્રસરેલી છે.
ભૂપૃષ્ઠમાં માનવ વધુમાં વધુ બે માઇલ ઊંડે જઈ શક્યો છે. વૈજ્ઞાનિક -સાધનો દ્વારા તેઓ ૨૧,૪૮૨ ફૂટ જેટલો ઊંડાણનો તાગ અમેરિકામાં કેલિફોર્નિયાના અને ખનિજ તેલના કૂવા વડે મેળવી શક્યા છે. ૧૦ થી ૩૦ માઈલ જાડા ભૂપૃષ્ઠના પૃથ્વીના ગોળાકાર પૃષ્ઠની બરોબર નીચે ૧૮૦૦ માઈલની જાડાઈ ધરાવતું બીજું ગોળાકાર ઘર છે, જે ઘન અથવા નરમ માટી જેવું આકારક્ષમ છે. આની નીચે પૃથ્વીના મધ્યભાગમાં ૪૦૦૦ માઈલનો વ્યાસ ધરાવતો અતિશય ગરમ પ્રવાહી પિંડ છે.
પૃથ્વીના આ ત્રણે વિભાગો સમકેન્દ્રી વર્તુળોમાં ગોઠવાયેલા છે. બંને માન્યતાઓની સમીક્ષા :
આજે લગભગ મોટા ભાગની એવી ધારણા થવા પામી છે કે - બસ ! જે કંઈ છે તે આટલી જ દુનિયા છે ! પૂર્વ-ગોળાર્ધમાં પાંચ ખંડ અને પશ્ચિમ-ગોળાર્ધમાં અમેરિકા ખંડ - બસ ! આ છ ખંડની દુનિયા છે, બીજું કંઈ નથી.”
અત્યારની દેખાતી પૃથ્વી માત્ર ૮૦૦૦ માઇલની છે, ર૫૦૦૦ માઇલની પરિધિવાળી છે. આટલામાં કંઈ ભારતની સમૃદ્ધિના દર્શન શક્ય નથી. જ્યારે જૈનદર્શન પ્રમાણે આજની દુનિયાનું સ્થાન તપાસીએ.
આખું વિશ્વ છેડે હાથ દઈ પગ પહોળા કરી ઊભા રહેલા પુરુષના આકારે છે અને તેનું પ્રમાણે ૧૪ રજુ છે. ૧ રજુ અસંખ્ય કોટાકોટી યોજનનું માપ. તે ૧૪ રજૂ-પ્રમાણ વિશ્વમાં મધ્યભાગે અસંખ્ય દ્વીપસમુદ્રોનું વર્તુળ છે.
તે બધામાં મધ્યભાગે જંબૂદ્વીપ છે, જેનું પ્રમાણ પૂર્વ-પશ્ચિમ, ઉત્તરદક્ષિણ ૧ લાખ યોજનાનું છે તે જંબૂદ્વીપમાં મધ્યભાગે મેરુપર્વત છે. તેની ( જ્ઞાનધારા - ૩ á ૧૮૦
ન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)