________________
ધર્મ અને અધર્મ દ્રવ્યની વિશેષતા પણ વર્ણવી છે. લોક અને અલોકનો વિભાગ ધર્મ અને અધર્મને કારણે બને છે, માટે ધર્મ અને અધર્મ વિદ્યમાન છે, તેમનું અસ્તિત્વ છે. જીવ-પુદ્ગલના ગતિ અને સ્થિતિના બાહ્યરંગ હેતુને લીધે ધર્મ અને અધર્મનો સ્વીકાર કરવામાં આવે છે. સ્વભાવધર્મની દૃષ્ટિએ તેઓ ભિન્ન છે, લોકાકાશના એક જ ક્ષેત્રમાં તેમનું અસ્તિત્વ હોવાથી, એકક્ષેત્રી હોવાથી અભિન્ન છે. સમસ્ત લોકમાં રહેલા જીવ-પુદ્ગલોને ગતિસ્થિતિમાં સહાયક હોવાથી સમસ્ત લોકમાં વ્યાપ્ત છે, લોકપ્રમાણ છે.
આ ધર્મ અને અધર્મ જીવ-પુદ્ગલોને ગતિ-સ્થિતિ કરવામાં હેતુભૂત કે પ્રેરક નથી. તે પોતે નિષ્ક્રિય છે, ઉદાસીન છે. પરંતુ સમસ્ત ગતિ અને સ્થિતિયુક્ત પદાર્થો પોતાના જ હેતુથી ગતિ કે સ્થિતિ કરે છે અને ધર્મઅધર્મ તેમાં સહાયક કે આશ્રયરૂપ બને છે.
આ ષટ્ દ્રવ્યાત્મક લોકમાં બાકીનાં દ્રવ્યોને જે પૂરેપૂરો અવકાશ આપે છે, તે આકાશ છે, તે તેમને માટે વિશુદ્ધ ક્ષેત્રરૂપ છે. આકાશના લોકાકાશ અને અલોકાકાશ એવા બે ભાગ પડે છે. જીવ વગેરે દ્રવ્યો (આકાશ સિવાયનાં) લોકાકાશમાં અસ્તિત્વ ધરાવે છે. લોકથી ઉપરના ભાગમાં - જેને અલોકાકાશ કહેવામાં આવે છે, તે અનંત અને લોકથી અન્ય છે અને અનન્ય પણ છે. તેમાં ગતિ-સ્થિતિ હોતી નથી. તેથી સિદ્ધ ભગવંતો ઊર્ધ્વગમન કરીને લોકના અગ્રભાગે બિરાજે છે. ગતિ-સ્થિતિનો હેતુ આકાશ વિશે નથી. ધર્મ તથા અધર્મ જ ગતિ અને સ્થિતિના હેતુરૂપ છે. ધર્મ, અધર્મ અને આકાશ સમાન પરિમાણવાળા હોવાને લીધે જ એક જ આકાશમાં અવગાહન કરીને સાથે રહેલા હોવાને કારણે જ એકત્વવાળા છે, પણ વ્યવહારમાં તેમના સ્વભાવધર્મ - ગતિહેતુત્વ, સ્થિતિહેતુત્વ અને અવગાહહેતુત્વ - ભિન્ન ભિન્ન હોવાથી એકબીજાથી ભિન્ન પણ છે. તેમના પ્રદેશો પણ ભિન્ન ભિન્ન છે.
આ દ્રવ્યોમાં આકાશ, કાળ, જીવ, ધર્મ અને અધર્મ અમૂર્ત છે. પુદ્ગલદ્રવ્ય મૂર્ત છે. તેમાં જીવ ચેતન છે. આ લોકમાં ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય પદાર્થો મૂર્ત છે. અને ઇન્દ્રિયો દ્વારા જેનું ગ્રહણ થઈ શકતું નથી તે અમૂર્ત છે. જીવ સ્વરૂપે અમૂર્ત છે પણ પુદ્ગલદ્રવ્યોને સંયોગ થતા મૂર્ત બને છે.
પ્રજ્ઞાપના સૂત્રમાં જીવ-અજીવ દ્રવ્યનું નિરૂપણ :
જૈનદર્શનના દ્રવ્યાનુયોગનું નિરૂપણ વિવિધ આગમ ગ્રંથોમાં થયું છે. તેમાં પણ પન્નવણા-સુત્ત-પ્રજ્ઞાપના સૂત્રમાં જીવ-અજીવ દ્રવ્યોની પ્રજ્ઞાપના
જ્ઞાનધારા – ૩
જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩
------
૧૨