________________
૨૦
ડો. નિરંજના વોરા-અમદાવાદ
બૌદ્ધદર્શન અને જૈનદર્શનના વિશેષ અભ્યાસી, ગૂજરાત વિધાપીઠ-અમદાવાદમાં પ્રાધ્યાપક. ૧૫ પુસ્તકો પ્રકાશિત થયાં છે. હસ્તપત્રોનું સંપાદન સંશોધન પ્રિય પ્રવૃત્તિ છે.
સદ્ગુરુરૂપ વૈદ્ય દ્વારા આત્મભ્રાન્તિ ટાળીને રાગ-દ્વેષાદિ કષાયોથી રહિત થઈને શુદ્ધ-બુદ્ધ ચૈતન્યને, સ્વ-રૂપને પામવા માટે દ્રવ્યાનુયોગને મહત્ત્વનો ગણવામાં આવ્યો છે.
ચાર અનુયોગ ઃ જૈનદર્શનમાં જણાવેલા ચાર અનુયોગ આ પ્રમાણે છેઃ (૧) દ્રવ્યાનુયોગ : લોકોને વિશે રહેલાં દ્રવ્યો, તેના સ્વરૂપ, ગુણ, ધર્મ, હેતુ, સહેતુ, પર્યાય આદિ અનંત અનંત પ્રકારે છે, તેનું જેમાં વર્ણન છે તે દ્રવ્યાનુયોગ.
દ્રવ્યયોગનું સ્વરૂપ અને ‘પ્રજ્ઞાપના સૂત્ર’માં તેનું નિરૂપણ
(૨) ચરણાનુયોગ : દ્રવ્યાનુયોગનું સ્વરૂપ સમજાયા પછી કેમ ચાલવું તે સંબંધીનું વર્ણન તે ચરણાનુયોગ .
(૩) ગણિતાનુયોગ : દ્રવ્યાનુયોગ તથા ચરણાનુયોગથી તેની ગણતરીનું પ્રમાણ તથા લોકને વિશે રહેલા પદાર્થ, ભાવો, ક્ષેત્ર, કાળાદિની ગણતરીના પ્રમાણની જે વાત તે ગણિતાનુયોંગ.
(૪) ધર્મકથાનુયોગ : સત્પુરુષોનાં ધર્મચરિત્રની જે કથાઓ કે જેનો ધડો લઈ જીવને પડતાં અવલંબનકારી થઈ પરિણમે, તે ધર્મકથાનુયોગ. દ્રવ્યની પરિભાષા અને પ્રકાર :
દ્રવ્યના મુખ્ય બે પ્રકાર છે ઃ જીવ અને અજીવ. અજીવના પાંચ પ્રકાર છે -પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. તેને આ પ્રમાણે દર્શાવી શકાય.
દ્રવ્ય
જીવ
પુદ્ગલ
જ્ઞાનધારા - ૩
અજીવ
ધર્મ
અધર્મ
૧૦
કાળ
જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩
આકાશ