________________
સ્પષ્ટ છે. આકાશાસ્તિકાયથી સ્પષ્ટ નથી. આકાશાસ્તિકાયના દેશથી સ્પષ્ટ છે, આકાશાસ્તિકાયના પ્રદેશોથી પણ સ્પષ્ટ છે. પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય, પૃથ્વીકાય, યાવત વનસ્પતિકાયથી સ્પષ્ટ છે, ત્રસકાયથી કદાચિત સ્પષ્ટ છે અને કદાચિત સ્પષ્ટ નથી, અદ્ધા સમય કાળદ્રવ્યના દેશથી સ્પષ્ટ છે અને દેશથી સૃષ્ટ નથી.
આકાશથિગ્ગલ ઃ લોક, સંપૂર્ણ આકાશ પ્રદેશ એક વિસ્તૃત પટ (વસ્ત્ર) સમાન છે. તેની વચ્ચે લોક તે વિસ્તૃત વસ્ત્ર પર લાગેલા થીગડા સમાન થાય છે, તેથી લોકાકાશને અહીં થીંગડું કહ્યું છે.
ધર્માસ્તિકાય ઃ ધર્માસ્તિકાય દ્રવ્ય લોકપ્રમાણ એક અખંડ દ્રવ્ય છે. તેના કોઈપણ વિભાગ-ખંડને ધર્માસ્તિકાયનો દેશ કહેવાય છે અને તેના અવિભાજ્ય અંશ પ્રદેશ કહેવાય છે. ધર્માસ્તિકાય દ્રવ્ય લોક વ્યાપી હોવાથી લોક ધર્માસ્તિકાય દ્રવ્યથી સ્પષ્ટ છે, પરંતુ તેના એક વિભાગરૂપ ખંડથી સંપૂર્ણ લોક સ્પષ્ટ નથી, તેના પ્રદેશો સમસ્ત લોકમાં વ્યાપ્ત હોવાથી લોક ધર્માસ્તિકાયના પ્રદેશોથી સ્પષ્ટ છે. આ રીતે લોક (૧) ધર્માસ્તિકાય દ્રવ્યથી અને (૨) તેના પ્રદેશોથી સ્પષ્ટ છે, પરંતુ તેના દેશથી સ્પષ્ટ નથી.
::
અધર્માસ્તિકાય : તે દ્રવ્ય પણ લોકવ્યાપી, એક અખંડ દ્રવ્ય છે અને તેના અસંખ્યાત પ્રદેશો સમસ્ત લોકમાં વ્યાપ્ત છે, તેથી લોક (૧) અધર્માસ્તિકાય દ્રવ્યથી અને (૨) તેના પ્રદેશોથી સ્પષ્ટ છે પરંતુ તેના દેશથી સ્પષ્ટ નથી.
આકાશાસ્તિકાય : તે દ્રવ્ય લોકાલોક વ્યાપી, એક અખંડ દ્રવ્ય છે અને તેના અનંત પ્રદેશો સમસ્ત લોકાલોકમાં વ્યાપ્ત છે. લોક સમસ્ત આકાશ દ્રવ્યના એક વિભાગરૂપ અને તેમાં આકાશાસ્તિકાય દ્રવ્યના અસંખ્યાત પ્રદેશો છે. તેથી લોક આકાશાસ્તિકાય દ્રવ્યના અસંખ્યાતા પ્રદેશો છે. તેથી લોક આકાશાસ્તિકાય દ્રવ્યને અખંડપણે સ્પર્શી શકતો નથી, પરંતુ તેના એક વિભાગરૂપ (૧) દેશને અને (૨) તેના અસંખ્યાત પ્રદેશોને સ્પર્શે છે.
પુદ્ગલાસ્તિકાય - તે દ્રવ્ય અનંતરૂપ છે દ્રવ્યરૂપ છે તે અનંતદ્રવ્યરૂપે સમસ્ત લોકમાં વ્યાપ્ત છે, તેથી લોક પુદ્ગલાસ્તિકાય દ્રવ્યથી સ્પષ્ટ છે.
જીવાસ્તિકાય - તે દ્રવ્ય પણ અનંત જીવ દ્રવ્યપણે સમસ્ત લોકમાં વ્યાપ્ત છે, તેનાં પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય પાંચ સ્થાવર જીવોના સૂક્ષ્મજીવો સમસ્ત લોકમાં વ્યાપ્ત છે. ત્રસજીવો લોકના એક વિભાગરૂપ ત્રસનાડીમાં જ રહે છે, પરંતુ કેવળી ભગવાન કેવળી સમુદ્૧૬૩ દ
જ્ઞાનધારા 3
જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩