________________
(૧) નારકી : સાત નારકીના પર્યાપ્ત અને અપર્યાપ્ત એ પ્રમાણે ૧૪ ભેદ થાય છે.
(૨) તિર્યંચ : પંચેન્દ્રિયના ૩ પ્રકાર : (૧) જળચર (૨) સ્થળચર (૩) ખેચર. આ બધામાં સમુર્ચ્છિમ અને ગર્ભજ તેમ જ પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા પેટાભેદ પણ છે. જળચરના ચાર, સ્થળચરના બાર અને ખેચરના ચાર મળીને કુલ ૨૦ ભેદ થાય છે.
(૩) મનુષ્ય : મનુષ્યના બે પ્રકાર : (૧) સમૂચ્છિમ (૨) ગર્ભજ. સમૂચ્છિમ મનુષ્ય ૧૪ પ્રકારનાં પાપસ્થાનકમાં પેદા થાય છે. તેમની અવગાહના અગુંલના અસંખ્યાતમા ભાગની હોય છે. આયુષ્ય આંતમુહૂર્તનું હોય છે. આપણે પંચેન્દ્રિય જીવોની હત્યાના કારણરૂપ ન બનતાં બને તેટલી વધારે કાળજી રાખવી.
ગર્ભજ મનુષ્યના ૩ પ્રકાર છે : (૧) કર્મભૂમિ (૨) અકર્મભૂમિ (૩) આંતર્દવ્ય. આમાં પાછા પર્યાપ્ત અને અપર્યાપ્ત.
સમૂચ્છિમ મનુષ્યના ૧૦૧ અને ગર્ભજ મનુષ્યના ૨૦૨ ભેદ. કુલ મળીને ૩૦૩ ભેદ થાય છે.
‘પ્રજ્ઞાપના સૂત્ર’ના પ્રથમ પદની ગાથા નં.૧૨૭ અને ૧૨૮માં મલેચ્છ અને આર્ય મનુષ્યના ભેદ બતાવેલા છે. આર્યોના બે ભેદ - (૧) ઋદ્ધિ પ્રાપ્ત અને (૨) ઋદ્ધિ અપ્રાપ્ત. હવે ઋદ્ધિ અપ્રાપ્તના નવ પ્રકાર : (૧) ક્ષેતાર્ય (૨) જાત્યાર્ય (૩) કુલાર્ય (૪) કર્કાર્ય (૫) શિલ્પાર્ય (૬) ભાવાર્ય (૭) જ્ઞાનાર્ય (૮) દર્શનાર્ય (૯) ચારિતાર્ય.
આ બધા પ્રકારોની વિગત વાંચતા એક વાત સ્પષ્ટ થાય છે કે ક્ષેતાર્યમાં જાતાર્ય, કર્મોર્ય, ભાવાર્ય, જ્ઞાનાર્ય વગેરે રહેતા હોય, કારણ કે ક્ષેતાર્ય માત્ર જગ્યાનો જ ઉલ્લેખ છે. અહીં સમાજના બધા વર્ગોનું વિસ્તૃત વર્ગીકરણ છે.
(૪) દેવો : દેવોના ચાર પ્રકાર (૧) ભવનપતિ (૨) વ્યંતર (૩) જ્યોતિષ (૪) વૈમાનિક. તેમાં પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા ભેદ
-
અને વૈમાનિક ૨૬
છે. ‘પ્રજ્ઞાપના સૂત્ર’માં ૪૯ ભેદ (ભવનપતિ-૧૦, વ્યંતર-૮, જ્યોતિષ-૫, કુલ ૪૯ અને તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત એટલે
કે ૯૮ ભેદ છે.
-
જીવાભિગમમાં કુલ ૧૯૮ ભેદ બતાવ્યા છે. ભવનપતિ ૨૫, વ્યંતર ૨૬, જ્યોતિષી ૧૦ અને વૈમાનિક ૩૯ - કુલ ૯૯ અને તેના પર્યાપ્ત અને જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩
જ્ઞાનધારા - ૩
૧૫૫
▬▬▬